World Thalassaemia Day: જાણો આ બિમારીના લક્ષણ, બચાવના ઉપાય
વિશ્વભરમાં 8મેના રોજ વર્લ્ડ થેલેસેમિયા ડે મનાવવામાં આવે છે. આ દિવસે લોકોને આ બિમારી વિશે જાગૃત કરવામાં આવે છે.
વિશ્વભરમાં 8મેના રોજ વર્લ્ડ થેલેસેમિયા ડે મનાવવામાં આવે છે. આ દિવસે લોકોને આ બિમારી વિશે જાગૃત કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસની થીમ અલગ અલગ રહે છે. આ વખતે યુનિવર્સલ એક્સેસ ટુ ક્વૉલિટી થેલેસેમિયા હેલ્થકેર સર્વિસિસ બિલ્ડીંગ બ્રિજીસ વિથ એન્ડ ફોર પેશન્ટ્સ થીમના આધારે વર્લ્ડ થેલેસેમિયા ડે મનાવવામાં આવે છે. આ બિમારી મા-બાપથી બાળકોને આનુવંશિક રીતે મળે છે. આમ તો આ બિમારીથી બચી શકાય છે પરંતુ જો સમયે ઈલાજ ન મળ્યો તો આ જાનલેવા સાબિત થઈ શકે છે.

શું છે થેલેસેમિયા?
થેલેસેમિયા એક ખતરનાક બિમારી છે. આના કારણે શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે. વળી, હિમોગ્લોબીનનુ સ્તર પણ ઘટી જાય છે. સામાન્ય રીતે એક તંદુરસ્ત મનુષ્યના શરીરમાં લાલ રક્તકણો લગભગ 120 દિવસોસુધી રહે છે પરંતુ જ્યારે કોઈ થેલેસેમિયાથી ગ્રસ્ત થઈ જાય તો તેની લાલ રક્ત કોશિકાઓ 20 દિવસોમાં જ ખતમ થઈ જાય છે. જેના કારણે હિમાગ્લોબિન ઘટી જાય છે અને વ્યક્તિ એનિમિયાનો શિકાર બની શકે છે.

થેલેસેમિયાના લક્ષણ
1. બાળકોનુ વજન ઘટી જવુ
2. શ્વાસ લેવામાં મુશ્ક્લી.
3. બાળકોનો વિકાસ અટકી જવો.
4. દર વખતે થાક અને નબળાઈ.
5. બાળકના જડબા અને ગાલ અસામાન્ય હોવા.
6. નખ અને જીભ પીળી પડી જાય છે, એવામાં કમળો થયો હોય તેવુ લાગે છે.

બચાવના ઉપાય
1. પોતાની દિનચર્યા સુધારો, સમયસર જમો.
2. લીલી પાંદડાવાળી શાકભાજી ખાવ.
3. જમવામાં એવી વસ્તુઓ લો, જેમાં આર્યનનની માત્રા વધુ હોય.
4. કોઈ પણ બિમારીથી બચવા માટે વ્યાયામ અને યોગ જરૂર કરવો જોઈએ.
5. સમયસર પોતાના લોહીની તપાસ કરાવો.












Click it and Unblock the Notifications
