For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકતામાં વિશ્વની સૌથી નાની દુર્ગાની પ્રતિમા

By Super
|
Google Oneindia Gujarati News

durga-puja
કોલકતા, 22 ઑક્ટોબરઃ દૂર્ગા પૂજાના અવસરે કોલકતામાં આસામના નાના શહેરના એક યુવાન મૂર્તિકારેની વિશ્વની સૌથી નાની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. આસામના નૌગાંવ જિલ્લાના 32 વર્ષિય સુજીત દાસ નામના મૂર્તિકારે મહામહેનતે એક ઇંચ નાની દૂર્ગા પ્રતિમા બનાવી છે.

દસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બુકમાં પહેલાથી તેની કલાકૃતિને વિશ્વની સૌથી નાની પ્રતિમા જાહેર કરવામાં આવી છે. દુર્ગા પૂજાની ધૂમધામ વચ્ચે હવે આ નાની કલાકૃતિના પ્રદર્શન માટે વિભિન્ન પંડાલોમાં લઇ જવામાં આવી રહી છે.

દાસનું કહેવું છે કે, આ કલાકૃતિ માટે મે ઘણી કલાપ્રેમીઓમાં જિજ્ઞાસા અને રૂચિ જોવા મળી રહી છે. લોકો મારા કામની સરાહના કરી રહ્યાં છે અને મને આગામી મહિનેથી અહીં આવવાનો નિર્ણય કર્યો છે.

આ કલાકારે પાંચ વર્ષની ઉમરથી ચિત્રકારી અને કલાકૃતિઓ બનાવવાની શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે આ વિચાર તેના મગજમાં ત્યારે આવ્યો, જ્યારે તેણે સાંભળ્યું કે 3.5 ઇંચની પ્રતિમાંને દેશની સૌથી નાની પ્રતિમાં જાહેર કરવામાં આવી છે.

દાસે કહ્યું કે, વિશ્વના અનેક ભાગોમાં દુર્ગાની પૂજા કરવામાં આવે છે, તેથી મે તેમની નાની પ્રતિમા બનાવવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે, ચાક પર પ્રતિમાં ઉતારવા માટે માત્ર 30 મીનિટનો સમય લાગ્યો છે.

English summary
Amidst glitz and glamour surrounding the larger than life Durga images worshipped all over the city, a young artist from a small town of Assam has come down to Kolkata to exhibit the world's smallest Durga idol.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X