Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35 લાખને પાર, મોતનો આંકડો અઢી લાખ નજીક

કોરોના વાયરસના ખતરો દુનિયામાં સતત વધી રહ્યો છો. દુનિયાભરમાં સંક્રમિતોની સંખ્યા 35 લાખને પાર પહોંચી ગઈ છે.

કોરોના વાયરસના ખતરો દુનિયામાં સતત વધી રહ્યો છો. દુનિયાભરમાં સંક્રમિતોની સંખ્યા 35 લાખને પાર પહોંચી ગઈ છે. વળી, મોતનો આંકડો પણ અઢી લાખ પાસે પહોંચી ગયો છે. અમેરિકા અને યુરોપ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. કોરોનાના દુનિયામાં સૌથી વધુ કેસ અમેરિકાથી આવ્યા છે અને સૌથી વધુ મોત થયા છે. વળી, ભારતમાં પણ ગયા એક અઠવાડિયાથી સંક્રમણના કેસોમમાં ઉછાળો જોઈ શકાય છે.

coronavirus

સોમવાર દુનિયાભરમાં અત્યાર સુધી 35,63,689 લોકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ છે. અત્યાર સુધી 2,48,146 લોકોના મોત કોરોનાના કારણે થઈ ચૂક્યા છે. અત્યાર સુધી દુનિયાભરમાં કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા 11,53,253 છે. અમેરિકામાં કોરોના સંક્રમિતો લોકોની સંખ્યા 1,188,122 છે. વળી, 68,598 મોત અમેરિકામાં કોરોનાથી થઈ છે જે દુનિયામાં સૌથી વધુ છે. ઈટલીમાં 28,884, ઈંગ્લેન્ડમાં 28,446, સ્પેનમાં 25,264, ફ્રાંસમાં 24,894, બેલ્જિયમમાં 7844, જર્મનીમાં 6866 અને ઈરાનમાં 6203 લોકોના જીવ આ વાયરસ લઈ ચૂક્યુ છે.

ભારતની વાત કરવામાં આવે તો અહીં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 42 હજારને પાર જઈ ચૂકી છે. આરોગ્ય મંત્રાલય મુજબ ભારતમાં કોવિડ-19 પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા હવે 42,533 થઈ ગઈ છે અને 1373 મોત થયા છે. દેશમાં અત્યારે 29453 એક્ટિવ કેસ છે એટલે કે આ લોકોનો હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. વળી, 11707 દર્દી રિકવર થયા છે અને અત્યાર સુધી રિકવર થઈને જઈ ચૂક્યા છે.

ભારતમાં કોરોના સંક્રમણના કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ છ. મહારાષ્ટ્રમાં આ મહામારીથી પીડિતોની સંખ્યા 12,974 છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સૌથી વધુ 548 લોકોના મોત થયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના 5428 કેસ સામે આવ્યા છે અને 290 લોકોના મોત થયા છે. ત્યારબાદ દિલ્લીમાં 45439, તમિલનાડુમાં 3023, રાજસ્થાનમાં 2886 અને મધ્યપ્રદેશમાં 2846 કેસ સામે આવી ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X