For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભની ઇચ્છા નથી કે હું લોકસભાની ચુંટણી લડું: જયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jaya-bachchan
ભદોહી, 10 ડિસેમ્બર: સમાજવાદી પાર્ટી (સપા)ના રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને કહ્યું હતું કે તે ક્યારેય લોકસભાની ચુંટણી લડશે નહી કારણ કે તેમના પતિ અમિતાભ બચ્ચન ઇચ્છતા નથી કે જયા બચ્ચન લોકસભાની ચુંટણી લડે.

જયા બચ્ચનને વર્ષ 2014માં ભદોહીથી લોકસભાની ચુંટણી લડવા અંગેની સંભાવના વિશે પુછવામાં આવતાં તેમણે સંવાદદાતાઓ કહ્યું હતું કે હું ક્યારેય લોકસભાની ચુંટણી લડીશ નહી, કારણ કે અમિતજી ઇચ્છતા નથી કે હું લોકસભાની ચુંટણી લડું. તેમને કહ્યું હતું કે આવી પરિસ્થિતી સજાર્શે તો અમિતાભ બચ્ચન તેમને ઘરમાં જ રહેવાનું કહેશે.

અત્રે ઉલ્લેખનીય છે ભદોહીને એક આદર્શ જિલ્લાના રૂપમાં વિકસિત કરવામાં મદદ કરવાની જાહેરાત કરી છે, જો કે તેઓ આ સીટ પરથી લોકસભાની ચુંટણી લડે તેવી અટકળો ચાલી રહી હતી.

સમાજવાદી પાર્ટીના પૂર્વ મહાસચિવ અમરસિંહ પાર્ટીમાં પરત ફરશે તેવી સંભાવનાઓ વિશે પૂછવામાં આવતાં જયા બચ્ચને હસતાં હસતાં કહ્યું હતું કે તે એક બંધ અધ્યાય છે. એક તારો હતો જે ડૂબી ગયો.

તેમને કહ્યું હતું કે જે લોકો એફડીઆઇની મધ્યસ્થતા કરી રહેલ સરકારની સંસદમાં જીત માટે સપા અને બસપાને જવાબદાર ગણાવે છે તે લોકો જાણી લે કે એફડીઆઇનું સમર્થન ફક્ત બસપાએ જ કર્યું છે. સપાના સભ્યો તો વિરોધમાં સદનમાંથી બહાર પ્રસ્થાન કરી ગયા હતા.

English summary
Jaya Bachchan has said that she would never contest Lok Sabha elections as her husband megastar Amitabh Bachchan does not want her to do so.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X