બધા દાગી નેતાઓ સામે થશે કડક કાર્યવાહીઃ મોદી
હરદાઇ, 21 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પોતાની રેલીમાં પહેલીવાર બ્રાહ્મણોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, જો બ્રાહ્મણ હજુ પણ હવાનો રૂખ ઓળખી શકતા નથી તો આ ભીડને જોઇ લે. મોદીના શબ્દોથી એ સ્પષ્ટ થઇ ગયું છેકે હવે તે બ્રાહ્મણોનું સમર્થન યુપીમાં શોધી રહ્યાં છે. મોદી પણ એ વાતને જાણી ગયા છેકે યુપીમાં સત્તા બ્રાહ્મણોની જ આજુબાજુ ફરતી હોય છે.

કોંગ્રેસ પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે, કેન્દ્રમાં માતા-પુત્રની સરકાર દેશને ખાઇ રહી છે અને યુપીમાં પિતા-પુત્રની સરકાર પ્રદેશને પછાત બનાવી રહી છે. મોદીએ મુલાયમ વિરુદ્ધ બોલતા કહ્યું કે યુપીમાં માત્ર લેપપોટ વેંચવાથી અને હાથીઓ બનાવવાનું રાજકારણ કરવામાં આવે છે. સામાન્ય જનતાના વિષયમાં કોઇ કંઇ વિચારતું નથી.
આજે પણ યાદ છે એ થપ્પડ
નરેન્દ્ર મોદીએ હરદોઇમાં ભાષણ આપતી વખતે કહ્યું કે મિત્રો મને આજે પણ એ થપ્પડ યાદ છે, જ્યારે કોઇ ગ્રાહકને ઠંડી ચા આપી દેતો હતો. મોદીએ કહ્યું કે કોઇ ગ્રાહકને ઠંડી ચા આપી દેવાતી તો એ ગ્રાહક થપ્પડ મારી દેતો હતો. જો જિંદગીમાં હારને સ્વિકારી હોત તો આજે કોઇપણની સામે ઉભો રહી શક્યો ના હોત.












Click it and Unblock the Notifications
