પાકના જૂઠની પોલ ખુલી, પીઓકેમાં મળ્યો F16 ફાઈટર જેટનો કાટમાળ, મિગે ખદેડ્યુ હતુ

ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના ફાઈટર પ્લેન F-16ને બુધવારે તોડી પાડ્યુ હતુ જેનો કાટમાળ આજે પીઓકેમાં મળ્યો છે.

ભારત તેમજ પાકિસ્તાનમાં તણાવ વધવા દરમિયાન ભારતીય વાયુ સીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનો પર કાર્યવાહી કરીને ઈન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના ફાઈટર પ્લેન F-16ને બુધવારે તોડી પાડ્યુ હતુ જેનો કાટમાળ આજે પીઓકેમાં મળ્યો છે. આ વિમાનને ઈન્ડિયન એરફોર્સના મિગ 21 વિમાને ખદેડ્યુ હતુ. ભારત સરકારે પણ પાકિસ્તાનના વિમાનને મારવાની પુષ્ટિ કરી હતી. પરંતુ પાકિસ્તાન અત્યાર સુધી આ વાતને નકારતુ રહ્યુ છે. પાકિસ્તાનનું આ સફેદ જૂઠ હવે સામે આવી ગયુ છે. પાકિસ્તાનની પોલ આ વાત પર પણ ખુલી ગઈ છે કે જે કાટમાળને તે ભારતનું વિમાન હોવાનો દાવો કરી રહ્યો છે તે GE F110 એન્જિન છે. તમને જણાવી દઈએ કે આ એન્જિન F-16 વિમાનમાં લગાવવામાં આવે છે.

જૂઠ્ઠા પાકિસ્તાનની પોલ ખુલી

જૂઠ્ઠા પાકિસ્તાનની પોલ ખુલી

આનાથી એ સાબિત થાય છે કે પાકિસ્તાન સતત જૂઠ બોલી રહ્યુ છે અને કાટમાળ F-16નો જ છે જેને ભારતે તોડી પાડ્યુ છે. તમને જણાવી દઈએ કે F-16 ફાઈટર જેટ પાકિસ્તાનની વાયુ સેનાનો હિસ્સો છે જેને તેણે અમેરિકા પાસેથી ખરીદ્યુ હતુ. નવાઈની વાત તો એ છે કે કાલે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતના બે વિમાનોને તોડી પાડ્યા હતા પરંતુ બાદમાં તે પલટી ગયુ. બીજુ ક્રેશ થયેલુ વિમાન ભારતનું નહિ પરંતુ પાકિસ્તાનનું હતુ. જેનો કાટમાળ હવે સામે આવ્યો છે. એએનઆઈએ એક ફોટો જાહેર કર્યો છે જેમાં કાટમાળની આસપાસ પાકિસ્તાની સૈનિક ઉભા છે અને તપાસ કરી રહ્યા છે.

પાકિસ્તાની મીડિયાના જૂઠનો પણ પર્દાફાશ

કાટમાળના આ ફોટાને પાકિસ્તાની મીડિયાએ બતાવ્યો હતો અને કહ્યુ હતુ કે આ વિમાન ભારતનું છે. પરંતુ હવે તેમના જૂઠનો પર્દાફાશ થઈ ચૂક્યો છે.

પાયલટવાળી વાત પણ પાકિસ્તાની કહી હતી ખોટી

બીજી તરફ પાકિસ્તાન સેનાના પ્રવકતા સહિત પ્રધાનમંત્રી ઈમરાન ખાને મીડિયા બ્રીફિંગમાં એ જણાવ્યુ કે તેમની વાયુસેનાએ ભારતના બે વિમાન (મિગ-21) તોડી પાડ્યા. આ સાથે પાકિસ્તાન સેનાના પ્રવકતા આસિફ ગફૂરે ભારતના બે પાયલટને પોતાની કસ્ટડીમાં લેવાનો દાવો પણ કર્યો પરંતુ બાદમાં તે આનાથી પલટી ગયા. પોતાના વીડિયો સંદેશ બાદ આસિફ ગફૂરે એક ટ્વીટ કર્યુ અને જણાવ્યુ કે તેમની કસ્ટડીમાં માત્ર એક ભારતીય પાયલટ છે જ્યારે થોડા કલાકો પહેલા જ તેમણે બે ભારતીય પાયલટની ધરપકડ કરવાનો દાવો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X