'દિલ્લી પોલીસે કહ્યુ વિરોધ કરવો હોય તો રસ્તા પર સૂઈ જાવ, સામાન લાવનારને મારી રહી છે...', બજરંગ પુનિયાનો આરોપ
Wrestlers Protest: ભારતીય કુશ્તી મહાસંઘ(WFI)ના પ્રમુખ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ સામે આખરે શુક્રવારે રાતે દિલ્લીની કનૉટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે.
બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધાયા બાદ જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. રેસલર બજરંગ પુનિયાએ કહ્યું કે દિલ્હી પોલીસ તેમને વિરોધ કરતા અટકાવી રહી છે.

WFI ચીફ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા પર, કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યુ, 'દિલ્હી પોલીસે કહ્યું કે જો તમારે વિરોધ કરવો હોય તો રસ્તા પર સૂઈ જાઓ. આજે અચાનક તેમના પર આ પ્રકારનું દબાણ આવી ગયું છે, પહેલા આવી કોઈ સમસ્યા નહોતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય અને એફઆઈઆર નોંધવાને કારણે જ આવું બન્યું છે.'
કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યુ, 'અમે અમુક સામાન મંગાવ્યો હતો પરંતુ પોલીસ અમને અહીં લાવવાની મંજૂરી આપી રહી નથી અને સામાન લાવનાર વ્યક્તિને માર મારી રહી છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ કરીશું, પછી ભલે પોલીસ પ્રશાસન અમને ગમે તેટલો ત્રાસ આપે.'
કુસ્તીબાજ સત્યવ્રત કાદિયાને કહ્યુ, 'એ સારું છે કે એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાંથી અમને શું મળશે? શું એફઆઈઆરથી અમને ન્યાય મળશે? દિલ્હી પોલીસે પહેલા દિવસે જ એફઆઈઆર નોંધવી જોઈતી હતી. અમારી ઑન-પેપર લડાઈ હવે શરૂ થઈ છે.'
કુસ્તીબાજ સત્યવ્રત કાદિયાને વધુમાં કહ્યુ, 'અમારી કાનૂની ટીમ અને કોચ શું કહે છે તે જોવુ રસપ્રદ રહેશે. અમે માંગ કરી રહ્યા છીએ કે કુસ્તીને રાજકારણથી અલગ કરવામાં આવે અને અમારી મહિલા કુસ્તીબાજોનુ ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવે.'
#WATCH | Police said that if you want to protest, sleep on the road. What kind of pressure has come on them today, there was no such problem before, this has happened only because of the pressure of the Supreme Court: Wrestler Bajrang Punia on registering FIR against WFI chief… pic.twitter.com/XpeVtQJMZ9
— ANI (@ANI) April 29, 2023












Click it and Unblock the Notifications
