Wrestlers Protest : સુપ્રીમ કોર્ટે રેસલર્સની અરજીની સુનાવણી અટકાવી, કહ્યું - પહેલા હાઇકોર્ટમાં જાવ
Wrestlers Protest : રેસલર્સ સાથે થઇ રહેલી જાતીય સતામણી મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી રોકી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચુડે જણાવ્યું હતું કે, રેસરલ્સ પહેલા સુનાવણી માટે હાઇકોર્ટ જાય.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, અમે પણ ઇચ્છીએ છીએ કે, સમગ્ર મામલે સઘન તપાસ થાય. આ સાથે રેસલર્સનો કેસ લડી રહેલા વકીલે જણાવ્યું હતું કે, પોલીસે ફરિયાદ લેવા માટે 3 કલાકનો સમય લીધો હતો.

મહિલા કુસ્તીબાજોના વકીલે જણાવ્યું હતું કે, એફઆઈઆર નોંધાઈ હોવા છતાં પોલીસે નિવેદન નોંધવાનું જરૂરી માન્યું નથી. કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યા બાદ 6 પીડિતોને 161 હેઠળ નોટિસ મળી છે. વકીલનો આરોપ છે કે, આરોપી બ્રિજ ભૂષણ શરણ સિંહ ટીવી સ્ટાર બની ગયો છે. તે સતત મીડિયામાં નિવેદનો આપી રહ્યો છે. ફરિયાદી મહિલા કુસ્તીબાજોની ઓળખ છતી કરી રહી છે.
કુસ્તીબાજોના વકીલે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટે જણાવ્યું છે કે, અરજદારોની ઓળખ જાહેર ન કરવી જોઈએ, પરંતુ આરોપીઓ ટીવી ઈન્ટરવ્યુમાં તેનું નામ સતત લઈ રહ્યા છે. આ અંગે એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, ફરિયાદી પોતે ટીવી ઇન્ટરવ્યુ આપી રહી છે.
એસજી તુષાર મહેતાએ બુધવારના ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું હતું કે, બે નેતાઓ પથારી સાથે ત્યાં પહોંચ્યા હતા. જે બાદ થયેલી અથડામણમાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.
એસજી તુષાર મહેતાએ એમ પણ જણાવ્યું હતું કે, લેડી પોલીસ ઓફિસરની ટીમ તપાસ કરી રહી છે. તે ન્યાયી બનીને પોતાનું સર્વશ્રેષ્ઠ કરી રહી છે. વારંવારની અરજીઓ દ્વારા તપાસને પોતાની રીતે દિશા આપવાની માંગ યોગ્ય નથી. કોર્ટ પોલીસ પર વિશ્વાસ કરી શકે છે. ફરિયાદીના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
CJI એ એમ પણ જણાવ્યું હતું કે, જો અરજદારો અન્ય કોઈ ફરિયાદ અને માંગણીઓ સાથે કોર્ટનો સંપર્ક કરવા માંગતા હોય, તો તેઓ સંબંધિત મેજિસ્ટ્રેટ અથવા હાઈકોર્ટમાં તેમના મંતવ્યો રજૂ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અરજદારે કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે. હવે સુપ્રીમ કોર્ટે આ અંગે કોઈ આદેશ આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે જણાવ્યું હતું કે, જો કોઈ સમસ્યા હોય, તો તમે હાઈકોર્ટનો સંપર્ક કરી શકો છો.












Click it and Unblock the Notifications
