રેસલિંગ ફેડરેશન ના અધ્યક્ષ કરે છે જાતીય સતામણી, વિનેશ ફોગાટે લગાવ્યો આરોપ
Wrestling Federation of india : દિગ્ગજ કુસ્તીબાજો ફેડરેશન અને પ્રમુખ સામે વિરોધ કરી રહ્યા છે. કોચ પર પણ મોટા આરોપો લગાવવામાં આવ્યા છે. જેમાં વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હી : ભારતીય રેસલિંગ ફેડરેશન સામે રેસલિંગ સામે દેશના ઘણા મોટા રેસલરો પ્રદર્શન કરી રહ્યા છે. બુધવારના રોજ આ વિરોધ પ્રદર્શનમાં દિગ્ગજ મહિલા રેસલર વિનેશ ફોગાટે ફેડરેશનના અધ્યક્ષ પર ઘણા આરોપ લગાવ્યા છે. જેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, કોચ મહિલા રેસલરોનું જાતીય સતામણી કરે છે. અધ્યક્ષ બ્રિજ ભૂષણ પર પણ જાતીય સતામણીનો આરોપ છે. વિનેશ ફોગાટ ઉપરાંત અન્ય મોટા રેસલર પણ પ્રોટેસ્ટ કરી રહ્યા છે.

ANI અનુસાર, વિનેશ ફોગાટે જણાવ્યું હતું કે, કોચ મહિલાઓને હેરાન કરે છે અને ફેડરેશનના કેટલાક ફેવરિટ મહિલા કોચને પણ હેરાન કરે છે. છોકરીઓની જાતીય સતામણી થઈ રહી છે અને WFI પ્રમુખે પણ ઘણી છોકરીઓની જાતીય સતામણી કરી છે.
વિનેશ ફોગાટ જણાવ્યું હતું કે, આ સાથે અમારા અંગત જીવનમાં પણ દખલ કરવામાં આવે છે. ઓલિમ્પિકમાં અમારી પાસે ફિઝિયો કે કોચ ન હતો. અમારું શોષણ થઈ રહ્યું છે. આ સિવાય અમે અવાજ ઉઠાવ્યો છે, એટલે હવે અમને ધાકધમકી આપવાનું કામ થઈ રહ્યું છે.
Wrestlers protest against Wrestling Federation of India (WFI)
— ANI (@ANI) January 18, 2023
The girls here are from respectable families. If our sisters & daughters are not safe here then we cannot accept it. We demand that the federation be changed: Bajrang Punia, Olympic medal-winning wrestler pic.twitter.com/qTOFJRcywO
વિનેશ ફોગાટે WFIના પ્રમુખ બ્રિજ ભૂષણ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ઓલિમ્પિક બાદ તેણે મને ખોટો સિક્કો કહી હતી. મને માનસિક રીતે એટલો ત્રાસ આપવામાં આવતો હતો કે, હું રોજ આત્મહત્યા કરવાનું વિચારતી હતી. આ સાથે વિનેશ ફોગાટે જણાવ્યું હતું કે, જો કોઈ કુસ્તીબાજને કંઈ થશે, તો તેની જવાબદારી ફેડરેશનની રહેશે. આ રીતે વિનેશ ફોગટ તરફથી ચોંકાવનારા અને ગંભીર ખુલાસા કરવામાં આવ્યા છે.
ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ જણાવ્યું હતું કે, છોકરીઓ પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે અને અમારી આ બહેનો સુરક્ષિત નથી. અમે ફેડરેશનમાં ફેરફારની માંગ કરીએ છીએ.
સાક્ષી મલિકે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કુસ્તીબાજોની સુરક્ષા માટે સમગ્ર ફેડરેશન બદલવું જોઈએ. નવું ફેડરેશન આવવું જોઈએ. અમે વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે વાત કરીશું અને તેની તપાસ થવી જોઈએ.
Coaches are harassing women, and some coaches who are favourite of the federation misbehave with women coaches as well. They sexually harass girls. The WFI president has sexually harassed so many girls: Wrestler Vinesh Phogat pic.twitter.com/AqUetaXsGa
— ANI (@ANI) January 18, 2023
વિનેશ ફોગાટે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ અમને હાઈકોર્ટમાં પૂછશે, ત્યારે તેઓ પૂરતા પુરાવા રજૂ કરશે. અમે વડાપ્રધાનને પણ પુરાવા આપવા તૈયાર છીએ.
વિનેશ ફોગાટ ઉપરાંત બજરંગ પુનિયા, સાક્ષી મલિક જેવા મોટા નામો એવા લોકોમાં સામેલ હતા, જેઓ રેસલિંગ ફેડરેશન વિરુદ્ધ હડતાળ પર બેઠા હતા. આ તમામે દેશ અને વિદેશમાં વિવિધ મંચો પર ભારતને ગૌરવ અપાવ્યું છે. એશિયન ગેમ્સથી લઈને ઓલિમ્પિક સુધી તમામે દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
