Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોણ છે કાશ્મીરી મહિલા પત્રકાર યાના મીર, જેણે બ્રિટનની સંસદમાં પાકિસ્તાનને એવુ ઝાટક્યુ કે થઈ ગઈ વાયરલ

Kashmiri journalist Yana Mir: કાશ્મીરી મહિલા પત્રકાર અને કાશ્મીરી એક્ટિવિસ્ટ યાના મીર હાલમાં ચર્ચામાં છે. યાના મીરે ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પાકિસ્તાન પર એવી રીતે પ્રહારો કર્યા છે કે તે ચર્ચામાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

યાના મીરે ભારતની છબી ખરાબ કરવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. યાના મીરે કહ્યું છે કે પાકિસ્તાન જાણીજોઈને દુનિયાભરમાં ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરે છે. યાના મીરે બ્રિટિશ સંસદ દ્વારા આયોજિત 'રિઝોલ્યુશન ડે'માં આ વાત કહી.

Yana Mir

યાના મીરે કહ્યું છે કે કાશ્મીર હંમેશા ભારતનો ભાગ હતો અને રહેશે. તે સંપૂર્ણપણે સુરક્ષિત અને મુક્ત છે. યાના મીરે કહ્યું છે કે, 'હું કાશ્મીરની રહેવાસી છું અને કાશ્મીર અને મારા દેશમાં સંપૂર્ણપણે સુરક્ષિત છું.'

આ દરમિયાન યાના મીરે મલાલા યુસુફઝાઈનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, 'હું મલાલા યુસુફઝઈ નથી કે ભાગી જઉ.' યાન મીરે આંતરરાષ્ટ્રીય મીડિયા સમુદાયને પણ વિનંતી કરી છે કે તેઓ જમ્મુ-કાશ્મીરના લોકોને વિભાજિત કરવાનું બંધ કરે. યાન મીરના આ નિવેદન પર ખૂબ તાળીઓ પડી હતી.

યાના મીરે કહ્યું, "હું મલાલા યુસુફઝાઈ નથી. કારણ કે હું મારા દેશ ભારતમાં, મારા ઘર કાશ્મીરમાં, જે ભારતનો એક ભાગ છે, મુક્ત અને સુરક્ષિત છું. મારે ક્યારેય મારા દેશમાંથી ભાગવું નહિ પડશે'' યાના મીરના આ નિવેદનને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ શેર કર્યું છે.

Kashmiri journalist Who is Yana Mir: કોણ છે યાના મીર?

યાના મીર ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની રહેવાસી છે. તે વ્યવસાયે પત્રકાર છે. આ સાથે યાના મીર એક સામાજિક કાર્યકર્તા પણ છે.

યાના મીરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ઓળખમાં પોતાને પત્રકાર ગણાવી છે. આ સિવાય તેણે લખ્યું છે કે તે કાશ્મીરની પ્રથમ મહિલા બ્લોગર છે.

યાના મીર ભારત એક્સપ્રેસમાં સીનિયર એન્કર પણ રહી ચૂકી છે. યાના મીરે કહ્યું કે તેને રાજકારણમાં રસ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X