દોષી હોય કે ના હોય, ગડકરી રાજીનામું આપેઃ યશવંત સિંહા
નવીદિલ્હી, 20 નવેમ્બરઃ ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. તાજેતરમાં રામ જેઠમલાણી દ્વારા તેમના રાજીનામાની વાત કરવામાં આવી હતી ત્યાં જ ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હા દ્વારા ગડકરીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.
યશવંત સિન્હાએ કહ્યું છે કે ગડકરી દોષી હોય કે ના હોય એ મુદ્દો નથી, પ્રશ્ન એ છે કે જાહેર જીવનમાં કોઇ લાંછન લાગવું ના જોઇએ.
ગડકરી પર કંપનીઓમાં ગોટાળો કરવાનો આરોપ છે. રામ જેઠમલાણીએ ગડકરીના રાજીનામાની માંગ કરી હતી પરંતુ ભાજપે તેમને ક્લીન ચિટ આપી હતી. તે સમયે પણ જેઠમલાણીએ યશવંત સિંહા નારાજ હોવા અંગેનો દાવો કર્યો હતો.
મંગળવારે અડવાણીના ઘરે એક રૂમમાં ગડકરી અને યશવંત સિંહા ભાજપના નેતાઓ સાથે બેઠા હતા. સંસંદ સંત્રમાં ભાજપ શું કરશે તે અંગે વાતો થઇ રહી હતી, બેઠકના થોડાક કલાકો બાદ યશવંત સિંહાએ ગડકરી પર પ્રહારો કર્યા. નોંધનીય છે કે ઇન્ડિયા અંગેન્સ્ટ કરપ્શને ગડકરીની કંપનીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા અને ત્યાર બાદ પાર્ટીમાંથી ગડકરીના રાજીનામાની માંગણી ઉઠી રહી છે.












Click it and Unblock the Notifications
