1901 બાદ વર્ષ 2018 રહ્યુ છઠ્ઠુ સૌથી ગરમ વર્ષ, 1428 લોકોના ગયા જીવ
ગયા વર્ષે 2018માં કડકડતી ઠંડીના કારણે 1428 લોકોના જીવ ગયા હતા. એટલુ જ નહિ વર્ષ 1901 બાદની વાત કરીએ તો ગયા વર્ષે સૌથી ગરમ વર્ષ પણ રહ્યુ.
ગયા વર્ષે 2018માં કડકડતી ઠંડીના કારણે 1428 લોકોના જીવ ગયા હતા. એટલુ જ નહિ વર્ષ 1901 બાદની વાત કરીએ તો ગયા વર્ષે સૌથી ગરમ વર્ષ પણ રહ્યુ. મોટા અધિકારીઓએ જણાવ્યુ કે વર્ષ 2018માં તાપમાન સામાન્યથી વધુ હતુ. હવામાન વિભાગે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે વર્ષ 2018 સામાન્ય વર્ષ નહોતુ. દેશનું સરેરાશ તાપમાન સામાન્યથી વધુ રહ્યુ. તે જાન્યુઆરીથી ફેબ્રુઆરી માસમાં સરેરાશ તાપમાનથી .59 ડિગ્રી સેલ્સિયસ વધુ હતુ કે જે 1901 બાદથી સૌથી ગરમ વર્ષ રહ્યુ છે. વળી, મોનસુન પહેલાની વાત કરીએ તો માર્ચ અને મે મહિનામાં સાતમું સૌથી વધુ ગરમ વર્ષ રહ્યુ હતુ.

સૌથી ગરમ અને સૌથી ઠંડુ વર્ષ
વળી, મહિનાના સરેરાશ તાપમાનની વાત કરીએ તો તે પણ સામાન્યથી વધુ ગરમ હતુ. ગયા વર્ષે ડિસેમ્બર મહિનાને છોડીને દર મહિનાનું તાપમાન સામાન્યથી વધુ રહ્યુ. હવામાન વિભાગે આની પાછળનું કારણ ગ્લોબલ વોર્મિંગ ગણાવ્યુ છે. ગયા વર્ષે સપાટીના સરેરાશ તાપમાનની વાત કરીએ તો તે દેશમાં .41 ડિગ્રી સેલ્સિયસ 1981-2010ની તુલનામાં વધુ રહ્યુ. એટલુ જ નહિ વર્ષ 2018 એ 1901 બાદનું છઠ્ઠુ સૌથી ગરમ વર્ષ રહ્યુ છે.

પાંચ સૌથી ગરમ વર્ષ
છેલ્લા પાંચ સૌથી ગરમ વર્ષની વાત કરીએ તો 2016માં .72 ડિગ્રી સેલ્સિયસ, 2009માં .56 ડિગ્રી સેલ્સિયસ, 2017માં .55 ડિગ્રી સેલ્સિયસ, 2010માં .54 ડિગ્રી સેલ્સિયસ અને 2015માં .42 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યુ છે. હવામાન વિભાગ અનુસાર છેલ્લા 15 વર્ષોમાં સૌથી વધુ ગરમ વર્ષ 2004-2018 વચ્ચે રહ્યુ છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સચિવ એમ રાજીવને જણાવ્યુ કે સૌથી વધુ ગરમ અને ઠંડુ વર્ષ 2018 રહ્યુ. આ 1901 બાદ છઠ્ઠુ સૌથી ગરમ વર્ષ રહ્યુ જ્યારે આ પહેલા 2016, 2009, 2010 અને 2015 સૌથી ગરમ વર્ષ રહ્યુ છે.

મૃતકોની આપી જાણકારી
મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપીને રાજીવને એક મેપ પણ શેર કર્યો છે જેમાં હવામાનના કારણે દેશભરમાં મરનાર લોકોની જાણકારી આપવામાં આવી છે. ગયા વર્ષે 1428માંથી અડધા લોકોના ભારે વરસાદ, પૂર, વાવાઝોડુ, વિજળી પડવાને કારણે મોત નીપજ્યા છે. વળી, ઉત્તર પ્રદેશમાં 590 લોકોના હવામાનના કારણે મોત થયા છે. અહીં પૂરના કારણે 158 લોકોના મોત થઈ ગયા. ઠંડી હવાઓના કારણે 135 લોકોના મોત નીપજ્યા છે.

વરસાદે લીધા ઘણા લોકોના જીવ
ભારે વરસાદના કારણે સૌથી વધુ લોકોના મોત નીપજ્યા છે. આના કારણે 688 લોકોના મોત થયા. કેરળમાં 8માંથી 23 ઓગસ્ટે આવેલા ભારે વરસાદના કારણે 223 લોકોના મોત થઈ ગયા હતા જ્યારે ઉત્તર પ્રદેશમાં 158 લોકોના મોત થયા. મહારાષ્ટ્રમાં 139 લોકોના મોત થયા જ્યારે પશ્ચિમ બંગાળમાં 116 લોકોના મોત થઈ ગયા અને ગુજરાતમાં 52 લોકોના મોત થઈ ગયા. તિતલી અને ગાઝા વાવાઝોડાના કારણે 122 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે હિમસ્ખલનના કારણે જમ્મુ કાશ્મીરમાં 11 લોકોના મોત નીપજ્યા હતા.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
