For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલવિદા 2018: તાકાતવાન થયો ભારતીય પાસપોર્ટ, જાણો ભારતની બીજી મોટી સિદ્ધિઓ

વર્ષ 2018માં ભારતની રેંકિંગ ઘણા ક્ષેત્રોમાં સુધરી. વર્લ્ડ બેંકથી લઈને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સુધી મોટી એજન્સીઓએ ભારતના ઝડપથી થઈ રહેલા વિકાસનો સ્વીકાર કર્યો.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2018માં ભારતની રેંકિંગ ઘણા ક્ષેત્રોમાં સુધરી. વર્લ્ડ બેંકથી લઈને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સુધી મોટી એજન્સીઓએ ભારતના ઝડપથી થઈ રહેલા વિકાસનો સ્વીકાર કર્યો. 2018 હવે ખતમ થવામાં છે અને નવુ વર્ષ એટલે કે 2019 હવે દસ્તક આપી રહ્યુ છે. એવામાં એ સિદ્ધિઓને યાદ કરવી જરૂરી છે જે 2018માં વૈશ્વિક મંચ પર ભારતે મેળવી છે. આવો જાણીએ વર્ષ 2018માં ભારત કયા ક્ષેત્રમાં કેટલી સીડીઓ ચડ્યુ.

‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' ઈન્ડેક્સમાં 23 પગથિયા ચઢી ભારતની અર્થવ્યવસ્થા

‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' ઈન્ડેક્સમાં 23 પગથિયા ચઢી ભારતની અર્થવ્યવસ્થા

વર્લ્ડ બેંકના ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' ઈન્ડેક્સમાં ભારતે 2018માં લાંબી છલાંગ લગાવી. આ સૂચિમાં ભારત હવે 77માં સ્થાન પર પહોંચી ગયુ છે. આ પહેલા ભારત 100માં નંબરે હતુ જેમાં તેને 23 પગલાનો સુધારો કર્યો છે. છેલ્લા બે વર્ષોમાં ભારતની રેંકિંગમાં 53 પગલાનો સુધારો આવ્યો છે. ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' ઈન્ડેક્સમાં રેકિંગ સારી હોવી ભારતમમાં વિદેશી રોકાણની દ્રષ્ટિએ ઘણો સારો સંકેત છે.

2018માં વધી ભારતના પાસપોર્ટની તાકાત

2018માં વધી ભારતના પાસપોર્ટની તાકાત

‘હેનલી એન્ડ પાર્ટનર્સ' વૈશ્વિક સર્વે કરાવનાર કંપનીએ 2018માં દુનિયાભરના દેશોના પાસપોર્ટની રેંકિંગ જાહેર કરી હતી. આ ઈન્ડેક્સમાં જાપાનનો પાસપોર્ટ દુનિયાનો સૌથી વધુ તાકાતવાન બતાવવામાં આવ્યો. ભારતને આ સૂચિમાં 81માં નંબર પર રાખવામાં આવ્યુ છે. કયા દેશનો પાસપોર્ટ કેટલા દેશોમાં વિઝા વિના પ્રવેશ અપાવે છે? આના આધાર પર પાસપોર્ટની તાકાતને આંકવામાં આવી. જાપાનને આ સૂચિમાં નંબર વનની રેંક આપવામાં આવી કારણકે તેનો પાસપોર્ટ ધરાવતા લોકોને દુનિયાના 190 દેશોમાં ફ્રી એન્ટ્રી મળે છે. ગયા વર્ષની તુલનામાં ભારતે આ ઈન્ડેક્સમાં 6 પગલાંનો સુધારો કર્યો છે. ભારતનો પાસપોર્ટ હાલમાં 60 દેશોમાં ફ્રી એન્ટ્રી અપાવે છે.

જી-20 દેશોમાં ભારતની રેંકિંગમાં સૌથી વધુ સુધારો

જી-20 દેશોમાં ભારતની રેંકિંગમાં સૌથી વધુ સુધારો

વિશ્વ આર્થિક મંચ એટલે કે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) એ ઓક્ટોબર 2018માં જાહેર કરેલ ઈન્ડેક્સમાં ભારતને 58મી સૌથી પ્રતિસ્પર્ધી અર્થવ્યવસ્થા તરીકે આંક્યુ. 2017ની તુલના કરીએ તો ભારતની રેંકિંગમાં 5 પગલાંનો સુધારો થયો. જી-20 દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ રહ્યો જેની રેંકિંગમાં ગયા વર્ષની તુલનામાં સૌથી વધુ સુધારો થયો. રિપોર્ટ અનુસાર ઉચ્ચ અને નિમ્ન મધ્યમ આવક વર્ગમાં સારુ પ્રદર્શન કરનારા ચીન અને ભારત ઝડપથી મોટી અર્થવ્યવસ્થાઓની નજીક પહોંચી રહ્યા છે.

બાળ વિવાહ દરમાં થયો ઘટાડો, 3 સ્ટેપનો સુધારો

બાળ વિવાહ દરમાં થયો ઘટાડો, 3 સ્ટેપનો સુધારો

ભારતની રેંકિંગ ‘એન્ડ ઓફ ચાઈલ્ડહુડ ઈન્ડેક્સ 2018' માં ભારતની રેંકિંગમાં ત્રણ સ્ટેપનો સુધારો થયો છે. 2017માં ભારતને આ ઈન્ડેક્સમાં 116મું સ્થાન મળ્યુ હતુ જે 2018માં 113માં નંબર પર આવી ગયુ. બાળ વિવાહ દરમાં ઘટાડા માટે ભારતની સિદ્ધિની પ્રશંસા કરવામાં આવી. ‘સેવ ધ ચિલ્ડ્રન ઈન્ડિયા' ના સીઈઓ વિદિશા પિલ્લઈએ કહ્યુ, ‘બાળ વિવાહમાં ઘટાડાના માધ્યમથી ભારતનો વિકાસ જોઈને અમે ખુશ છીએ. જો કે ભારતમાં 30 ટકા છોકરીઓના લગ્ન હજુ પણ 18 વર્ષથી નાની ઉંમરમાં થઈ જાય છે એટલા માટે હજુ ઘણુ કામ બાકી છે.'

ઈલેક્ટ્રોનિક પેમેન્ટના ક્ષેત્રમાં ભારતની રેંકિંગમાં મોટો સુધારો

ઈલેક્ટ્રોનિક પેમેન્ટના ક્ષેત્રમાં ભારતની રેંકિંગમાં મોટો સુધારો

ઈલેક્ટ્રોનક પેમેન્ટ અપનાવવા મામલે પણ વર્ષ 2018માં ભારતની રેંકિંગમાં ઉલ્લેખનીય સુધારો થયો. આ વર્ષે ભારતની રેંકિંગ સુધરીને 28માં નંબરે આવી ગઈ. સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતના રેંકિંગમાં સુધારો થયો છે પરંતુ હજુ તેને ડિજિટલ ઢાંચા સુધી પહોંચવા માટે ઘણુ કામ કરવાની જરૂર છે. જો કે રિપોર્ટમાં ભારત સરકાર તરફથી ઈ-પેમેન્ટ ક્ષમતાના વિસ્તારની દિશામાં લેવાયેલા પગલાંની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. આ સર્વે પેમેન્ટ કંપની વીજાએ કરાવ્યો છે. આ પહેલા કંપનીએ 2011માં સર્વે કરાવ્યો હતો જેમાં ભારતને 36મું સ્થાન મળ્યુ હતુ.

English summary
Year ender 2018: How India's ranking up in different sector worldwide in 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X