Year Ender 2024 : 2024 માં આ કુદરતી આફતોએ મોટી તબાહી મચાવી
Natural Disasters in India 2024 : વિતી રહેલા વર્ષ 2024 માં પણ ભારતમાં ઘણી મોટી કુદરતી આફતો જોવા મળી. આ આફતોએ ઘણા લોકોને બેઘર કર્યા.
આ વર્ષે કેરળમાં વાયનાડમાં વિનાસકારી વરસાદ અને ભુસ્ખલનને ઘણા લોકોને કાયમ માટે બેઘર કરી દીધા. આ સિવાય અને ગુજરાતમાં પણ વરસાદને કારણે મોટી તબાહી જોવા મળી.

વાયનાડ દુર્ઘટના 2024
જુલાઈ 2024 ના છેલ્લા અઠવાડિયામાં કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે એક પછી એક ઘણા ભૂસ્ખલન થયા. જેમાં સેંકડો મકાનો ધરાશાયી થયા અને 400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. કેરળ ભૂસ્ખલન વર્ષની સૌથી મોટી દુર્ઘટના હતી.
ભારે વરસાદને કારણે આ ભૂસ્ખલનમાં લોકો કાટમાળ નીચે ફસાયા અને બચાવ ટુકડીઓ માટે દુર્ઘટના સ્થળે પહોંચવું અશક્ય હતુ. જો કે તેમ છતાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), આર્મી, એરફોર્સ, નેવી, ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ, પોલીસ અને સ્થાનિક ઈમરજન્સી ટીમો પોતાનો જીવ જોખમમાં મુકીને ત્યાં પહોંચી.
ભારે વરસાદમાં સેનાના જવાનો અને અન્ય બચાવ દળોએ ભારે જહેમતથી કાટમાળમાં ફસાયેલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને બચાવ્યા. આ દુર્ઘટનામાં ઘણા પરિવારો બરબાદ થઈ ગયા.
હિમાચલ ભૂસ્ખલન
ઑગસ્ટ 2024 માં હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી ભૂસ્ખલન થયું શિમલા, કુલ્લુ અને મંડી સહિત ઘણા વિસ્તારોમાં મોટો વિનાસ સર્જાયો. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા અને શિમલાના રામપુર વિસ્તારના સમેજ ગામમાંથી 8 શાળાના બાળકો ગુમ થયા. આ કુદરતી આફત બાદ રાજ્યમાં હળવી સિસ્મિક એક્ટિવિટી થઈ. જો કે ભૂકંપના કારણે વધુ કોઈ જાનહાનિ કે નુકસાન ન થયું.
જોશીમઠ ભૂસ્ખલન
10 જુલાઈએ ઉત્તરાખંડના ચમોલીમાં જોશીમઠથી લગભગ 3 કિમી પહેલાં NH7 પર એક મોટુ ભૂસ્ખલન થયુ. આ ઘટનામાં બાંધકામ મજૂરોના જીવ જોખમમાં મુકાયા હતા. નુકસાનથી બચવા માટે તેઓને કાટમાળ પડતા માર્ગમાંથી બહાર ભાગવું પડ્યું. ઘટનાની ગંભીરતા એટલી ગંભીર હતી કે દૂર દૂરથી ધૂળના વાદળો દેખાયા, જેના કારણે ટ્રેકર્સને અસર થઈ.
આસામ-ગુજરાતમાં વિનાશક પૂર અને ભૂસ્ખલન
ઓગસ્ટ 2024માં ચોમાસાની મોસમ દરમિયાન ભારે વરસાદને કારણે ભારતના ઘણા વિસ્તારોમાં ગંભીર પૂર અને ભૂસ્ખલન થયું. શરૂઆતમાં આસામ આ કુદરતી આફતનું ભોગ બન્યુ, જેમાં ચારગુલા, કરીમગંજમાં કચુઆ નદીની નજીકના સમુદાયો ગંભીર રીતે પ્રભાવિત થયા.
ગુજરાત રાજ્ય પણ અવિરત વરસાદનો ભોગ બન્યું, ઓગસ્ટના અંતમાં ભારે પૂર જોવા મળ્યુ. ભારે વરસાદને કારણે નદીઓમાં પુર આવ્યા અને જળબંબાકાર અને વિનાશક ભૂસ્ખલન થયું. આનાથી માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ મોટું નુકસાન નથી થયું પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં હજારો રહેવાસીઓ પણ વિસ્થાપિત થયા.












Click it and Unblock the Notifications
