YEIDA News: CM યોગીના ડ્રીમ પ્રોજેક્ટ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખર્ચ થશે 805 કરોડ

Yamuna Expressway Authority: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યુપીમાં રોકાણ લાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. આ જ કારણ છે કે તેમના ડ્રીમ પ્રોજેક્ટને સરકારના ઈરાદા મુજબ તૈયાર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો યમુના એક્સપ્રેસવે ઑથોરિટીના અધિકારીઓની વાત માનીએ તો સરકાર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સતત નાણાંનુ રોકાણ કરી રહી છે કારણ કે તે સરકારના ટોચના એજન્ડામાં છે. તાજેતરમાં પૂરા થયેલા વિધાનસભા સત્રમાં તેની રકમ વધારીને 805 કરોડ કરવામાં આવી હતી.
YEIDA ઉત્તર પ્રદેશ સરકારના ઔદ્યોગિક વિકાસ વિભાગ હેઠળ કાર્ય કરે છે. આ ઑથોરિટી 165 કિમી લાંબા યમુના એક્સપ્રેસ વે પર જમીનનુ સંચાલન કરે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 12.50 ટકા હિસ્સો છે. તાજેતરમાં ગ્રેટર નોઇડામાં ઈડાની વાર્ષિક બેઠકમાં જણાવવામાં આવ્યુ હતુ કે 2023-24 માટે, ઑથોરિટીએ કમાણીમાં રૂ. 5,557 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને રૂ. 5,569 કરોડનો ખર્ચ નક્કી કર્યો છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે YEIDAને 2023-24ના બજેટ હેઠળ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે 805 કરોડ રૂપિયા અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જમીન સંપાદન માટે રૂ. 1,851 કરોડનું બજેટ રાખવામાં આવ્યુ છે જ્યારે રૂ. 1,359 કરોડ બાંધકામ માટે ખર્ચવામાં આવશે.
આ સિવાય અધિકારીઓએ કહ્યું કે YEIDAએ યમુના એક્સપ્રેસ વે પર એક શૈક્ષણિક હબની યોજના બનાવી છે. 2023-24નું સૂચિત બજેટ 2022-23ના બજેટ કરતાં 23 ટકા વધુ છે અને ચાલુ નાણાકીય વર્ષ માટેનું સુધારેલું બજેટ બમણું કરવામાં આવ્યું છે. ઓથોરિટીએ 2022-23માં કોઈ નવી બેંક લોન લીધી ન હોવા છતાં, તેણે નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 533.11 કરોડની ચુકવણી કરી છે.
નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલમાં દિલ્લીથી અંદાજે 75 કિમી દૂર સ્થિત છે. આ એવુ વર્લ્ડ ક્લાસ એરપોર્ટ છે જેના પર આખા દેશની નજર ટકેલી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તે એશિયાનુ સૌથી મોટુ એરપોર્ટ હશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટનો વિકાસ યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જે ઝ્યુરિક ઇન્ટરનેશનલ એરપોર્ટ એજીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. એરપોર્ટનો પ્રથમ તબક્કો સપ્ટેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થવાનો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
