
યસ બેંક: મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઇડી સમક્ષ હાજર થયા અનિલ અંબાણી
યસ બેન્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ રિલાયન્સ ગ્રૂપના અધ્યક્ષ અનિલ અંબાણીને સમન્સ જારી કર્યું અને તેમને હાજર થવા નિર્દેશ આપ્યો. અનિલ અંબાણી આજે આ કેસમાં પૂછપરછ માટે ઇડી સમક્ષ હાજર થયા હતા. અનિલ અંબાણી સવારે 9:30 વાગ્યે ઇડીની બlલ્લાર્ડ એસ્ટેટ પહોંચ્યા. અનિલ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ગ્રૂપે યસ બેન્ક પાસેથી મોટી લોન લીધી છે.
અનિલ અંબાણીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ માટે 16 માર્ચે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેણે વ્યક્તિગત કારણોસર હાજરીથી રાહત માંગી હતી. જે પછી, ઇડીએ અંબાણીને 19 માર્ચે હાજર થવા સમન્સ ઇશ્યુ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે અનિલ અંબાણીની નવ કંપનીઓએ યસ બેંક પાસેથી 12800 કરોડ રૂપિયાની લોન લીધી છે.
અગાઉ, કંપની વતી સમજૂતી આપવામાં આવી હતી કે યસ બેન્કનું દેવું તેમની સાથે સંપૂર્ણ સુરક્ષિત છે અને તેઓ બેંકના તમામ નાણાં ચૂકવશે. રિલાયન્સ ગ્રૂપે કહ્યું હતું કે તે પોતાની સંપત્તિ વેચીને યસ બેન્કનું દેવું ચુકવવા માટે પ્રતિબદ્ધ છે. રિલાયન્સ ગ્રુપે કહ્યું હતું કે યસ બેન્કના પૂર્વ સીઇઓ, રાણા કપૂર, તેની પત્ની અથવા પુત્રીઓ અથવા તેની ફેમિલી કંપનીઓ સાથે તેમનો કોઈ સંપર્ક નથી.
આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસની દર્દીઓની સંખ્યા 166 થઇ, જાણો રાજ્ય પ્રમાણે દર્દીઓની સંખ્યા