For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમલનાથને જ્યોતિરાદિત્ય સિંધિયાનો પલટવાર, બોલ્યા- જનતા મારી માલિક છે અને હું માલિકનો વફાદાર છું...

કમલનાથને જ્યોતિરાદિત્ય સિંધિયાનો પલટવાર, બોલ્યા- જનતા મારી માલિક છે અને હું માલિકનો વફાદાર છું...

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરી રહેલા રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા કમલનાથ જવાબ આપતા ખુદને કુત્તો ગણાવ્યો. જ્યોતિરાદિત્ય સિંધિયાએ અશોક નગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં કહ્યું કે કમલનાથે મને કુતરો કહ્યો. જેનો જવાબ આપતાં સિધિયાએ કહ્યું, 'હા કમલનાથજી સાંભળી લો હું કુતરો છું, કેમ કે મારી માલિક મારી જનતા છે જેની હું સેવા કરું છું.'

jyotiraditya scindia

એટલેથી જ સિંધિયા નથી અટક્યા અને તેમણે આગળ કહ્યું કે, 'હા કમલનાથજી હું કુતરો છું મારા માલિક અને મારા દાતાની રક્ષા કરું છું.'

જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુ એકવાર કહ્યું કે, 'હા કમલનાથ જી હું કુતરો છું, કેમ કે જો કોઈ વ્યક્તિ મારા માલિકને આંગળી દેખાડશે, અને માલિક સાથે ભ્રષ્ટાચાર અને વિનાશકારી નીતિ દેખાડશે તો આ કુતરો એ વ્યક્તિને કરડશે.'

જનતાની તાળીઓ વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ફરી એકવાર અને જોરથી અવાજ લગાવતા કહ્યું, 'હા હું કુતરો છું, મને ગર્વ છે કે હું મારી જનતાનો કુતરો છું...'

જણાવી દઈએ કે થોડા દિવસે પહેલા કમલનાથે જ્યોતિરાદિત્ય સિંધિયા પર હુમલો કરતાં કહ્યું હતું કે આ પેટા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો સૌદાબાજી છે, જેવી રીતે રાજનીતિ થઈ છે, જેવી રીતે લોકોએ ખુદને નીલામ કર્યા છે... અમે વોટો સાથે સરકાર બનાવી અને ભાજપે નોટો સાથે સરકાર બનાવી છે.

ફ્રાંસમાં વધુ એક હુમલો, ચર્ચમાં પાદરીને ગોળી મારી, હુમલાખોર ફરારફ્રાંસમાં વધુ એક હુમલો, ચર્ચમાં પાદરીને ગોળી મારી, હુમલાખોર ફરાર

જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ આરોપો પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમમે બુધવારે આનો જવાબ આપતાં એક ચૂંટણી રેલીમાં કહ્યું, 'આ ભ્રષ્ટાચારની સરકાર હતી, જે માત્ર પૈસાના આધારે કામ કરી રહી હતી. તેમણે વલ્લભ ભવનને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું. આ વિશે મને ના પૂછો, તમે મધ્યપ્રદેશના લોકો પાસે પૂછપરછ કરી શકો છો.'

English summary
yes I am loyal dog to my lord voters says jyotiraditya scendia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X