કાશી વિશ્વનાથના દરબારમાં 100 વાર દર્શન કરનાર પહેલા સીએમ બન્યા યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બાબા વિશ્વનાથ પ્રત્યે કેટલી આસ્થા છે, તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે સીએમ રહેતાં તેમણે 100થી વધુ વખત કાશી દર્શન કરવા આવી ચૂક્યા છે.
ઉત્તર પ્રદેશને કાશી વિશ્વનાથની ધરતી પણ કહેવામાં આવે છે. અહીં દેશ જ નહીં દુનિયાના ખુણે-ખુણેથી ભક્તો બાબા વિશ્વનાથના દર્શન કરવા આવે છે. યોગી આદિત્યનાથે શનિવારે સવારે શ્રીકાશિ વિશ્વનાથ મંદિરમાં દર્શન પૂજા કરી. આની સાથે જ મુખ્યમંત્રીના રૂપમાં યોગી આદિત્યનાથ શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં 100મી વખત દર્શન કરનાર પહેલા સીએમ પણ બની ગયા છે.
2017માં રાજ્યના સીએમ બન્યા બાદ યોગી આદિત્યનાથ જ્યારે પણ કાશી આવે છે, લગભગ દર વખતે બાબા વિશ્વનાથના દરબારમાં ઉપસ્થિતિ લગાવે છે. વર્ષ 2017થી અત્યાર સુધી પોતાના પહેલા અને બીજા કાર્યકાળમાં સીએમ યોગી આદિત્યનાથ 100 વખત બાબાના દરબારમાં હાજરી લગાવનાર પહેલા મુખ્યમંત્રી બની ચૂક્યા છે. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે 113મી વખત વારાણસીના બે દિવસીય પ્રવાસ પર આવ્યા.

પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રીએ શ્રીકાશી વિશ્વનાથ ધામમાં દર્શન કરી પૂજા કરી હતી. યોગી આદિત્યનાથ મહિનામાં એકથી બે વાર કાશીની યાત્રા જરૂર કરે છે. પોતાના દરેક પ્રવાસમાં મુખ્યમંત્રી વિકાસ કાર્યોની સમીક્ષા અને સ્થળીય નિરીક્ષણ કરે છે. જેના પરિણામસ્વરૂપ વારાણસીની કાયાકલ્પ થઇ શકી છે. જ્યારે 6 વર્ષના હિસાબથી જોવામાં આવે તો એવરેજ દરેક 21 દિવસે સીએમ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવા પહોંચે છે.
સીએમ યોગી મંદિરમાં ષોડષોપચાર વિધિથી દર્શન પૂજન કરી લોક કલ્યાણની પ્રાર્થના કરે છે. યોગી આદિત્યનાથ પોતાના પહેલા અને બીજા કાર્યકાળના 72 મહિનામાં 100 વખત બાબા વિશ્વનાથના ધામ પહોંચનાર પહેલા સીએમ બની ગયા છે. પહેલીવાર ઉત્તર પ્રદેશની કમાન સંભાળ્યા બાદ યોગી આદિત્યનાથ 2017થી માર્ચ 2022 સુધી કુલ 74 વખત ભગવાન વિશેશ્વરના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. શ્રી કાશી વિશ્વનાથના અર્ચક ડૉ નીરજ કુમાર પાંડેય મુજબ આ સીએમની સનાતન ધર્મ અને બાબા વિશ્વનાથ પ્રત્યે તેમની અધાગ શ્રદ્ધાને દર્શાવે છે.












Click it and Unblock the Notifications
