અધિકારીઓ જનતાની સમસ્યાઓનું તરત સમાધાન કરેઃ યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર પ્રવાસના બીજા દિવસે રવિવારે ગોરખનાથ મંદિરના હિન્દૂ સેવાશ્રમમાં દૂર-દૂરથી આવેલા સેંકડો ફરિયાદીઓની સમસ્યા સાંભળી. આ દરમિયાન સીએમ યોગીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા.

જનતા દરબારમાં સવારથી જ સેંકડોની સંખ્યામાં ફરિયાદીઓ સીએમના આવવાનો ઈંતેજાર કરી રહ્યા હતા. જેવા જ સીએમ યોગી દરબારમાં પહોંચ્યા, ફરિયાદીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા. સીએમ યોગીએ દરેક ફરિયાદીઓની સમસ્યા સાંભળી. આની સાથે જ તેમણે ફરિયાદીઓને તેમની સમસ્યાના તાત્કાલિક નિવારણનું આશ્વાસન પણ આપ્યું.
જનતા દરબારમાં સૌથી વધુ મામલા ભૂમિ પર ગેરકાયદે કબ્જા અને ઈલાજ માટે ધનના આવ્યા. સીએમ યોગીએ કહ્યું કે જમીન પર ગેરકાયદે કબ્જો કોઈપણ કિંમતે બરદાસ્ત નહીં થાય. ભૂ-માફિયાઓ પર સખ્ત કાર્યવાહી થશે. જે લોકોનો પણ જમીન પર ગેરકાયદે કબ્જો છે તે ખાલી કરાવવામાં આવશે.
સીએમએ ઈલાજ માટે ધનની માંગ કરારાઓને કહ્યું કે તમામ દર્દીઓના ઈલાજની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. ઈલાજ વિના કોઈ નહીં રહે. પ્રશાસન દ્વારા ઈસ્ટીમેટ તૈયાર કરી મોલવા પર ધનની ચૂકવણી કરાશે.
સીએમ યોગીએ અધિકારીઓને સૂચના આપતા કહ્યું કે જનતા સર્વોપરી છે. તેમની સમસ્યાઓનું તરત સમાધાન થાય. આની સાથે જ જનતાએ વારંવાર પરેશાન ના થવું પડે તેનું ધ્યાન રાખવામાં આવે. સ્થાનિક સ્તરે જ તેમની સમસ્યાઓનું નિસ્તારણ કરવામાં આવે.












Click it and Unblock the Notifications
