For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાંથી લોકસભા ચૂંટણીમાં ભાજપને 75 બેઠકો મળશેઃ CM યોગી આદિત્યનાથ

ગુજરાતની માફક હવે ઉત્તરપ્રદેશ પણ ભાજપ માટે પોતાનો ગઢ બની ગયું છે. કહેવાય છેકે, દેશના વડાપ્રધાન બનવાનો રસ્તો યુપીમાંથી પસાર થાય છે. જે પક્ષ કે મોરચો યુપીમાં બહુમક બેઠકો જીતે છે તેના કેન્દ્રમાં સરકાર બનાવવાના ચાન્સ વધી જાય

|
Google Oneindia Gujarati News

ગુજરાતની માફક હવે ઉત્તરપ્રદેશ પણ ભાજપ માટે પોતાનો ગઢ બની ગયું છે. કહેવાય છેકે, દેશના વડાપ્રધાન બનવાનો રસ્તો યુપીમાંથી પસાર થાય છે. જે પક્ષ કે મોરચો યુપીમાં બહુમક બેઠકો જીતે છે તેના કેન્દ્રમાં સરકાર બનાવવાના ચાન્સ વધી જાય છે.

2014ની લોકસભા ચૂંટણી વખતે ભાજપે યુપીમાં 72 બેઠકો મેળવી હતી, તો 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને 62 બેઠક મળી હતી. ત્યારે, જો 2024ની ચૂંટણીમાં પણ ભાજપ યુપીમાં દબદબો જાળવી રાખે તો કેન્દ્રમાં ભાજપની સરકાર પુનઃ રચાઇ શકે છે.

yogi adityanath

ઉત્તર પ્રદેશમાં સતત બીજીવાર સરકાર બનાવી ઈતિહાસ રચનારા યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ યુપીમાં 75 બેઠકો મેળવશે. ભાજપની વર્કિંગ કમિટિની બેઠકમાં હાજર રહેલા યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આઠ વર્ષ પૂરા કરવા પર અભિનંદન પાઠવ્યા હતા.

યોગી આદિત્યનાથે જણાવ્યુ હતુ કે, ભાજપના કાર્યકરોએ સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડવી પડશે. યોગીએ કહ્યુ હતુ કે ચૂંટણી 2024માં છે પરંતું, જીત માટે અત્યારથી કામ કરવુ પડશે. કોરોનાકાળમાં રાજ્ય અને કેન્દ્ર દ્વારા જે યોજનાઓ લાગુ કરાઈ હતી તેનો ફાયદો લોકોને મળ્યો છે અને ભાજપને ચૂંટણીમાં તેનો લાભ મળ્યો છે.

ભાજપ અને આરએસએસની એક લોબી યોગી આદિત્યનાથને 2024માં ભાવિ વડાપ્રધાન તરીકે જોઇ રહ્યા છે. જો, યોગી આદિત્યનાથ યુપીમાં મજબુત પ્રદર્શન કરે અને મહત્તમ બેઠકો મેળવે તો તેમની પીએમ તરીકે દાવેદારી પણ નકારી શકાય નહીં. યુપીમાં યોગીની પ્રચંડ વાપસીના કારણે તેમણે તેમની મજબુત દાવેદારી સ્થાપિત કરી દીધી છે ત્યારે, હવે 2024ની ચૂંટણીમાં યુપીમાં મજબુત દેખાવ કરે તો રાષ્ટ્રીય સ્તરે તેમનુ નેતૃત્વ સ્થાપિત કરી શકે છે.

English summary
Yogi Adityanath predicts bjp will win 75 seats in 2024 election from up
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X