For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રચંડ જીત બાદ બોલ્યા યોગી- જનતાએ પરિવારવાદ અને વંશવાદને તિલાંજલી આપી

પ્રચંડ જીત બાદ બોલ્યા યોગી- જનતાએ પરિવારવાદ અને વંશવાદને તિલાંજલી આપી

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત બાદ ભાજપ રાજ્યમાં ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે. જીતની ખુશી બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનઉમાં પાર્ટી મુખ્યાલયે પહોંચ્યા. જ્યાં તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે યુપીની જનતાનો આભાર વ્યક્ત કર્યો. જ્યારે આ જીત માટે મોદીનો ધન્યવાદ વ્યક્ત કર્યો. યોગીએ પોતાના ભાષણમાં કહ્યું કે લોકોએ પરિવારવાદ, વંશવાદને આ ચૂંટણી દ્વારા જાકારો આપ્યો છે.

yogi adityanath

રાજ્યમાં ભાજપની જીત બાદ પાર્ટી મુખ્યાલયે પહોંચેલા યોગી આદિત્યનાથને મંચ પર હાજર રહેલા અન્ય નેતાઓએ રંગ લગાવ્યો. ભાજપી નેતાઓ અને કાર્યકર્તાઓએ આ દરમિયાન હોળી રમી. જ્યારે જીત બાદ પોતાના સંબોધનમાં તેમણે યુપીની જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ભાજપ ચાર રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહી ચે. જનતાએ ભાજપને ભરપૂર આશિર્વાદ આપ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓનો અભિનંદન વ્યક્ત કરું છું. યોગીએ કહ્યું કે યુપી દેશની વસતીનું સૌથી મોટું રાજ્ય છે. યુપી પર સૌની નજર હતી. ભાજપ અને તેમના સહયોગી દળો યુપીમાં પ્રચંડ બહુમતી સાથે ફરીથી સરકાર બનાવવા જઈ રહ્યા છે.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વડાપ્રધાન મોદીના વિકાસ અને સુશાસનને જનતાએ ફરીથી આશિર્વાદ આપ્યા છે. વડાપ્રધાન સહિત અન્ય નેતાઓનો હું આભાર વ્યક્ત કરું છું. યોગીએ જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ભાજપી કાર્યકર્તાઓના પરિશ્રમથી ભાજપની સરકાર બની છે. પહેલીવાર સાત તબક્કામાં થયેલ મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું. જનતાએ ભ્રામક પ્રચારને ગણકાર્યા વિના ભાજને જીત અપાવી છે.

યોગી આદિત્યનાથે કહ્યું કે પીએમ મોદીએ યુપીને પૂરો સમય આપ્યો. યુપીના વિકાસ માટે પીએમનો સહયોગ પ્રાપ્ત થાય ચે. કેન્દ્ર સરકારના સહયોગથી પ્રચંડ બહુમત મળ્યું છે. આના માટે રાષ્ટ્રવાદ વિકાસના મોડલને લઈ આગળ વધવું પડશે. તમે જોયું હશે કે ભાજપની ડબલ એન્જીનની સરકારે સારો માહોલ આપ્યો. પીએમ મોદીના માર્ગદર્શનમાં યોજનાઓને આગળ વધારવાનું કામ કરવામાં આવ્યું. જાતિવાદ, પરિવારવાદને જનતાએ ગણકાર્યા નહીં. આજે ભાજપનો દરેક કાર્યકર્તા આ જીતનો હકદાર છે. દુનિયાના લોકપ્રિય નેતા પીએમ મોદીને કારણે આજે આખા દેશમાં વિકાસ થઈ રહ્યો છે.

યોગીએ કહ્યું કે કે જનતાએ જે જનાદેશ આપ્યો છે તેના પર ખરા ઉતરવું પડશે. મહિલાઓએ સરકારને પૂરું સમર્થન આપ્યું ચે માટે ભાજપ સરકાર આજે યુપીમાં ઈતિહાસ રચવા જઈ રહી છે. આ પ્રચંડ બહુમત ભાજપના રાષ્ટ્રવાદ, વિકાસ અને સુશાસનના મોડલને ઉત્તર પ્રદેશની 25 કરોડ જનતાના આશિર્વાદ છે. આ આશિર્વાદને સ્વીકારતાં અમારે લોકોની આકાંક્ષાઓ અનુરૂપ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસને આગળ વધારવો પડશે.

English summary
Yogi Adityanath's Speech- people believed in modi's vision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X