For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OBC અનામતને લઈને યોગી સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી, હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવા માંગ

યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવા માંગ કરી છે. હાઈકોર્ટે યોગી સરકારને જાન્યુઆરી મહિનામાં જ ચૂંટણી પુરી કરવા કહ્યું છે. આ મુદ્દે હવે સુપ્રીમ કોર્ટમાં 2 જાન્યુઆરીએ સૂનાવણી થઈ શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

લખનૌ : ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણી પહેલા ઓબીસી અનામતને લઈને રાજનીતિ ગરમ છે. હવે યોગી સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે. હાલમાં જ હાઈકોર્ટે ઓબીસી અનામક વગર જ ચૂંટણીઓ કરવા આદેશ કરાયો હતો. આ આદેશને યુપી સરકાર સ્વીકારવા તૈયાર નથી. હવે યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવા માંગ કરી છે. હાઈકોર્ટે યોગી સરકારને જાન્યુઆરી મહિનામાં જ ચૂંટણી પુરી કરવા કહ્યું છે. આ મુદ્દે હવે સુપ્રીમ કોર્ટમાં 2 જાન્યુઆરીએ સૂનાવણી થઈ શકે છે.

supreem court

ઉત્તર પ્રદેશની યોગી સરકાર હવે કોઈપણ ભોગે ઓબીસી અનામત લાગુ કરવા માંગે છે ત્યારે આ પહેલા સરકારે 5 સભ્યો વાળા પછાત વર્ગ આયોગનું ગઠન કર્યુ છે.

વિપક્ષો સતત સરકાર પર ઓબીસી વર્ગોની ઉપેક્ષાના આરોપ લગાવી રહ્યા છે ત્યારે હવે સરકાર દ્વારા રચવામાં આવેલ આ આયોગ ધોરણોના આધારે પછાત વર્ગોની વસ્તીનો સર્વે કરીને સરકારને રિપોર્ટ કરશે. નિવૃત્ત જસ્ટિસ રામ અવતાર સિંહને પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કમિશનના સભ્યોમાં મહેન્દ્ર કુમાર, ચોબ સિંહ વર્મા, સંતોષ વિશ્વકર્મા અને બ્રજેશ સોનીનો સમાવેશ કરાયો છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, અગાઉ 27 ડિસેમ્બરે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે રાજ્ય સરકાર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં એક કમિશનની રચના કરશે અને ઓબીસી નાગરિકોને ટ્રિપલ ટેસ્ટના આધારે અનામત આપશે. આ પછી જ શહેરી સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાશે.

English summary
Yogi government approached Supreme Court over OBC reservation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X