સુશાસન માટે યોગી સરકારનો મોટો નિર્ણય, 9055 SIને આપ્યા જોઇનિંગ લેટર
લખનઉના ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં રવિવારના રોજ આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપ્યા હતા. સીએમએ પસંદગી પામેલા ઉમેદવારોને પોલીસનો વિશ્વાસ જાળવી રાખવાનો મંત્ર આપ્યો હતો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારના રોજ જણાવ્યું હતું કે, પોલીસ ફોર્સનો વિશ્વાસ જળવાઇ રહેવો જોઇએ. વિશ્વાસ કાયમ રહેશે તો પોલીસ કર્મી અને અધિકરારીઓનું માન પણ જળવાઇ રહે છે. કારણ કે, સુસાશનની પહેલી શરત સુરક્ષા અને કાયદાનું રાજ છે.

ઉત્તર પ્રદેશનના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવનિયુક્ત 9055 સબ ઇન્સ્પેક્ટર સિવિલ પોલીસ, પ્લાટૂન કમાન્ડર પીએસ અને અગ્નિશામક દ્વિતીય અધિકારીઓને જોઇનિંગ લેટર વિતરણ સમારોહમાં જણાવ્યું હતું કે, ગુનેગારો કરતા દસ પગલા આગળનો વિચાર કરી શકશે ત્યારે જ ગુનેગોરો પર કાબૂ મેળવી શકીશું.
મિશન રોજગાર અંતર્ગત ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જણાવ્યું હતું કે, પોલીસના વિશ્વાસને તોડનારને ભાંગી પડવાનો અનુભવ થવો જોઈએ. પોલીસે કાયદા સાથે રમત કરનારાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરવું જોઈએ. CMએ પોતાના જાતે પસંદ કરેલા 20 ઉમેદવારોને નિમણૂક પત્ર આપ્યા હતા. 1,200 પસંદગીના ઉમેદવારો સ્થળ પર હાજર હતા. રાજ્યની 18 રેન્જમાં આયોજિત કાર્યક્રમોમાં બાકીના ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશને નવી ગતિ મળી : વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પસંદગી પામેલા ઉમેદવારોને ખાસ વીડિયો સંદેશ મોકલ્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, નવી ભરતીથી ઉત્તર પ્રદેશ પોલીસ દળ વધુ સારી અને વધુ સારી બનશે. અમારી સરકારે લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરી છે. જ્યાં પણ વ્યવસાય માટે સલામત વાતાવરણ હોય છે, ત્યાં રોકાણ અને રોજગાર વધવા લાગે છે.












Click it and Unblock the Notifications
