UP Budget 2023 : યોગી સરકાર ધાર્મિક એજેન્ડા પર કરી રહી છે ફોક્સ, બજેટમાં કરી આ જોગવાઇ?
UP Budget 2023 : ઉત્તર પ્રદેશના નાણામંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં એવું વાતાવરણ સર્જાયું છે કે, કોઈની પ્રાચીન ધાર્મિક આસ્થા વ્યક્ત કરવી એ ગુનાની શ્રેણીમાં આવી ગયું છે.
UP Budget 2023 : ઉત્તર પ્રદેશમાં બુધવારના રોજ યોગી સરકારે પોતાના બીજા કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં યોગી સરકારે પોતાના એજ એજન્ડા પર ફોક્સ કર્યું છે, જેની સાથે તે ચૂંટણી પ્રચારમાં ઉતરે છે. કાશી, મથુરા અને અયોધ્યા સહિત તમામ ધાર્મિક શહેરોમાં બનેલા હેરિટેજને સુધારવા અને જાળવવા માટે સરકારે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

વિધાનસભામાં બજેટ રજૂ કરચા સમયે ઉત્તર પ્રદેશના નાણા મંત્રી સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે, અમારી સરકાર પહેલાની સરકારો રાજ્યના ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર પ્રત્યે ઉપેક્ષાભર્યું વલણ દર્શાવ્યું હતું.

યોગી સરકારમાં ધાર્મિક શહેરોનું પુનરોત્થાન
ઉત્તર પ્રદેશના નાણામંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં એવું વાતાવરણ સર્જાયું છે કે, કોઈની પ્રાચીન ધાર્મિક આસ્થા વ્યક્ત કરવી એ ગુનાની શ્રેણીમાં આવી ગયું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના પુનરોત્થાન માટે અભિયાન શરૂ કર્યું, ત્યારે તેનો પણ વિરોધ થયો હતો. કર્મયોગી અને પરાક્રમી પુરૂષો જાણે છે કે, કેવી રીતે વિરોધ અને અવરોધને પાર કરીને પોતાનો માર્ગ બનાવવો.

ધાર્મિક સ્થળોના પુનઃસ્થાપનના પ્રયાસો
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, મિર્ઝાપુરમાં પ્રસિદ્ધ મા વિંધ્યવાસિની દેવી મંદિર, મા અષ્ટભુજી દેવી મંદિર અને કાલી ખોહ મંદિરના જીર્ણોદ્ધાર અને સુંદરતા અને ત્રિકોણીય પરિક્રમા પથને વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે.
અયોધ્યા અને ચિત્રકૂટની જેમ પ્રયાગરાજ જિલ્લામાં પણ ભજન સાધ્ય સ્થળની સ્થાપના કરવાનો પ્રસ્તાવ છે. ભજન સંધ્યા સ્થળની સ્થાપનાથી યાત્રાળુઓને પ્રયાગરાજના યાત્રાધામ વિસ્તારમાં સુવિધા મળશે. તેની સાથે સાંસ્કૃતિક વિકાસનું કામ પણ થઈ શકે છે.

નૈમિષારણ્ય ધામ ખાતે બનાવવામાં આવશે તપસ્થલ સ્ટડી સેન્ટર
સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે, સીતાપુર જિલ્લામાં પ્રસિદ્ધ તપસ્યા સ્થળ નૈમિષારણ્ય ખાતે વૈદિક વિજ્ઞાન માટે એક અભ્યાસ કેન્દ્ર સ્થાપવાનો પ્રસ્તાવ છે.
વેદ વિજ્ઞાન અધ્યયન કેન્દ્રની સ્થાપના સાથે વેદ અને પુરાણોમાં સચવાયેલા જ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે અભ્યાસ કાર્ય કરવામાં આવશે.
રાજ્ય સરકારે પ્રવાસન વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કર્યો છે. જેના કારણે પ્રવાસન વૃદ્ધિની આવકમાં વધારો થવાની સાથે પરોક્ષ રોજગારીનું પણ સર્જન થઈ રહ્યું છે.

ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં 24 કરોડ પ્રવાસીઓ આવ્યા
બજેટ દ્વારા સરકારે ગૃહમાં જણાવ્યું કે, વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં 24 કરોડ 87 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા, જેમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા 24 કરોડ 83 લાખ અને વિદેશી પ્રવાસીઓની સંખ્યા 4 લાખ 10 હજારથી વધુ હતી. આધ્યાત્મિક સર્કિટ યોજના હેઠળ ગોરખપુર-દેવીપાટન, ડુમરિયાગંજનો પ્રવાસન વિકાસ, આધ્યાત્મિક સર્કિટ યોજના હેઠળ જેવર, દાદરી, સિકંદરાબાદ, નોઈડા, ખુર્જા બાંદાનો સંકલિત પ્રવાસન વિકાસ, મથુરા જિલ્લામાં સ્થિત ગોવર્ધનના પ્રવાસન વિકાસ માટેની મંજૂર યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે.

પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકાર 300 કરોડ રૂપિયા ખર્ચ કરશે
આ સિવાય અયોધ્યા, વારાણસી, ચિત્રકૂટ, વિંધ્યાચલ, પ્રયાગરાજ, નૈમિષારણ્ય, ગોરખપુર, મથુરા, બટેશ્વર ધામ અને અન્ય મહત્વપૂર્ણ પર્યટન સ્થળોમાં પર્યટન વિકાસ અને બ્યુટિફિકેશનના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી પ્રવાસન પ્રોત્સાહન યોજના હેઠળ, રાજ્યમાં સ્થિત પ્રવાસન સ્થળોનો વિકાસ રૂપિયા 300 કરોડની રકમથી કરવામાં આવી રહ્યો છે. શક્તિપીઠ મા શાકુંભારી દેવી મંદિરના સંકલિત પ્રવાસન વિકાસ માટે ચાલુ નાણાકીય વર્ષમાં 50 કરોડ રૂપિયાની જોગવાઈ પ્રસ્તાવિત છે.

પ્રયાગરાજમાં વિકાસ માટે 40 કરોડ રૂપિયા મળ્યા
આ સાથે સરકારે જણાવ્યું હતું કે, પ્રયાગરાજના વિકાસ માટે ચાલુ નાણાકીય વર્ષમાં 40 કરોડ રૂપિયાની જોગવાઈ પ્રસ્તાવિત છે. પ્રવાસન નીતિ 2018 હેઠળ, પ્રવાસન એકમોને પ્રોત્સાહન આપવા માટે 45 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ચાલુ નાણાકીય વર્ષમાં બૌદ્ધ સર્કિટના સંકલિત પ્રવાસન વિકાસ માટે રૂપિયા 40 કરોડની વ્યવસ્થા પ્રસ્તાવિત છે, જ્યારે બુંદેલખંડના સંકલિત પ્રવાસન વિકાસ માટે રૂપિયા 40 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
