બટેકાના ભાવને લઇને એલર્ટ મોડ પર યોગી સરકાર, ખેડૂતોને મળશે રાહત
Uttar Pradesh News : ઉત્તર પ્રદેશ સરકાર હવે રાજ્યમાં બટાકાના ખેડૂતોને લઈને પગલાં લેવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે જણાવ્યું છે કે, બટેકાના ખેડૂતોને યોગ્ય ભાવ આપવામાં આવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સુપ્રિમો અખિલેશ યાદવે તાજેતરમાં સમાપ્ત થયેલા વિધાનસભા સત્ર દરમિયાન બટેકાના ભાવ અને જાળવણીનો મુદ્દો ઉઠાયો છે. અખિલેશ યાદવે પુછ્યું હતું કે, બટેકાનું વાવેતર કરતા ખેડૂતો માટે સરકાર શું પગલા લઇ રહી છે? વિપક્ષના દબાણ બાદ સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર સતત બટેકાનું વાવેતર કરતા ખેડૂતોના હિતોનું ધ્યાન રાખી રહી છે. સરકાર ખેડૂતો પાસેથી 650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બટેકાની ખરીદી કરી રહી છે.

યુપીમાં ખેડૂતોને યોગ્ય ભાવ આપવા માટેની કવાયત
ઉત્તર પ્રદેશ સરકારે જણાવ્યું છે કે, તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે, બટાટાના ખેડૂતોને બજારમાં તેમની પેદાશોના લાભકારી ભાવમળે. ખુલ્લા બજારમાં બટાકાના ભાવને સ્થિર કરવા માટે, સરકારે બજાર હસ્તક્ષેપ યોજના લાગુ કરી છે અને ખેડૂતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ650 રૂપિયાના દરે બટાકાની ખરીદી પણ કરી રહી છે.

મંત્રી દિનેશ પ્રતાપ સિંહે આ દાવો કર્યો છે
બાગાયત રાજ્ય મંત્રી દિનેશ પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, ખુલ્લા બજારમાં બટાટાના ભાવ સ્થિર થાય તે માટે વિભાગે ઉત્પાદનને કોલ્ડસ્ટોરેજમાં સંગ્રહિત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે અને દેશના અન્ય રાજ્યો અને વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. બટાટાનુંમાર્કેટિંગ પણ મંડી પોર્ટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
બાગાયત વિભાગના અધિકારીઓ ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે બટાટાના પટ્ટાફરુખાબાદ, કન્નૌજ અને યુપીના અન્ય જિલ્લાઓમાં ખેડૂતો, વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજ માલિકોને મળી રહ્યા છે.

બટેકા અંગે નેપાળ સાથે કરાર
મંત્રીએ જણાવ્યું હતું કે, યુપી હોર્ટિકલ્ચર કોઓપરેટિવ ફેડરેશને 15,000 મેટ્રિક ટન બટાકાની નિકાસ માટે નેપાળ સાથે જોડાણ કર્યું છે અનેફર્રુખાબાદથી પ્રથમ માલ મોકલવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ખુલ્લા બજારમાં ભાવ સ્થિર કરવા માટે 600 મેટ્રિક ટન બટાકાનીનિકાસ મલેશિયા, દુબઈ અને કતારમાં કરવામાં આવી છે.

યુપીમાં વધી છે બટેકાની સંગ્રહ ક્ષમતા
2017 સુધીમાં, યુપીમાં કોલ્ડ સ્ટોરેજની સંખ્યા 1,708 હતી, જેની સંગ્રહ ક્ષમતા 13.1 મિલિયન મેટ્રિક ટન હતી. 16.3 મિલિયન મેટ્રિક ટનનીસંગ્રહ ક્ષમતા સાથે કોલ્ડ સ્ટોરેજની સંખ્યા હવે વધીને 1,971 થઈ ગઈ છે.
તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં માત્ર 88.14 લાખ મેટ્રિકટન બટેકા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે, જ્યારે 74.48 લાખ મેટ્રિક ટન બટાટા હજૂ કોલ્ડ સ્ટોરેજમાં રાખવાના બાકી છે.

બટાકાના ભાવને લઈને હોબાળો
જાન્યુઆરી-ફેબ્રુઆરી 2012 થી 2017 દરમિયાન ખુલ્લા બજારમાં બટાકાની સરેરાશ કિંમત ક્વિન્ટલ દીઠ રૂપિયા 603 અને રૂપિયા 566 પ્રતિક્વિન્ટલ હતી, જ્યારે 2017 થી 2022ના સમાન સમયગાળા દરમિયાન તે રૂપિયા 810 પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા 566 પ્રતિ ક્વિન્ટલ હતી.આ વર્ષે જાન્યુઆરીમાં બટાકાની સરેરાશ કિંમત 845 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી.

બટેકાના ઉત્પાદનમાં યુપી પ્રથમ ક્રમે છે
બટેકાના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ભારતમાં પ્રથમ ક્રમે છે અને દેશના કુલ ઉત્પાદનમાં 35 ટકા હિસ્સો ધરાવે છે. 2017 સુધીમાં બટાકાનીખેતી હેઠળનો કુલ વિસ્તાર 6.14 લાખ હેક્ટર હતો અને ઉત્પાદન 1.56 કરોડ મેટ્રિક ટન હતું. બટાટાનો વાવેતર વિસ્તાર વધીને 6.94 લાખહેક્ટર થયો છે, જ્યારે ઉત્પાદન વધીને 2.43 કરોડ મેટ્રિક ટન થયું છે.












Click it and Unblock the Notifications
