યોગી સરકારની મંત્રી બોલી "અમને દલિતોના ઘરે મચ્છર કરડે છે"

હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓ, સાંસદો અને વિધાયકોને દલિતોના ઘરે જવાનો આદેશ આપ્યો હતો. ત્યારપછી ભાજપના ઘણા નેતા દલિતોના ઘરે પણ ગયા.

હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓ, સાંસદો અને વિધાયકોને દલિતોના ઘરે જવાનો આદેશ આપ્યો હતો. ત્યારપછી ભાજપના ઘણા નેતા દલિતોના ઘરે પણ ગયા. પરંતુ દલિતોના ઘરે ગયા પછી ભાજપા નેતા ઘ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા, તે ઘણા વિવાદિત રહ્યા. ગુરુવારે યોગી સરકારની મંત્રી અનુપમા જયસવાલ ઘ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. મંત્રી અનુપમા ઘ્વારા કહેવામાં આવ્યું કે મચ્છર કરડવા છતાં પણ ભાજપા નેતા દલિતોના ઘરે જઈ રહ્યા છે. આ નિવેદન પછી વિપક્ષ ઘ્વારા બીજેપી પર નિશાનો સાધવામાં આવ્યો છે.

મંત્રી બોલી કે મચ્છર કરડવા છતાં પણ દલિતોના ઘરે રોકાયા

મંત્રી બોલી કે મચ્છર કરડવા છતાં પણ દલિતોના ઘરે રોકાયા

યોગી સરકારની મંત્રી અનુપમા જયસવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દલિતોના લાભ માટે નીતિઓ બનાવવામાં આવી રહી છે અને યોજનાનો લાભ પણ મળી રહ્યો છે. એટલા માટે સરકારના મંત્રી રાતભર દલિતોના ઘરે જાય છે અને તેમને મચ્છર કરડે છે તેમ છતાં તેઓ દલિતોના ઘરે રોકાય છે. સૌથી મોટી બાબત છે કે તેઓ પ્રસન્નતા અનુભવે છે.

મંત્રી રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે રામે પણ શબરીના બોર ખાધા હતા

મંત્રી રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે રામે પણ શબરીના બોર ખાધા હતા

દલિતોના ઘરે જવા બાબતે આવું પહેલીવાર નથી કે કોઈ ભાજપા નેતાએ વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલા યોગી સરકારના મંત્રી રાજેન્દ્ર પ્રસાદે પોતાની તુલના ભગવાન રામ સાથે કરી હતી. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે ભગવાન રામે પણ શબરીના બોર ખાધા હતા. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે ભગવાન રામ અને શબરીનો સંવાદ રામાયણમાં છે. તેમને આગળ કહ્યું કે આજે જયારે જ્ઞાનજી ની માતા મને રોટલી પીરસી રહી હતી ત્યારે તેમને કહ્યું કે તેમનો ઉદ્ધાર થઇ ગયો.

મંત્રી સુરેશ રાણા ની પણ આલોચના થયી

મંત્રી સુરેશ રાણા ની પણ આલોચના થયી

આ પહેલા યુપીના વિકાસ અને જિલ્લા પ્રભારી મંત્રી સુરેશ રાણા ઘ્વારા પણ દલિતોના ઘરે ભોજન કરવામાં આવ્યું. પરંતુ મંત્રીજી ની ખુબ જ આલોચના થયી, કારણે તેમને હલવાઈઓ ઘ્વારા બનાવવામાં આવેલા પાલક પનીર, દાલ મખની, છોલા, ટેસ્ટી રાયતા, તંદુર, કોફી, રસગુલ્લા અને મિનરલ વોટરનો આનંદ ઉઠાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X