
પરિણીત ભાઈએ સગી બહેનને બનાવી પત્ની, કારણ જાણીને ચોંકી જશો
ફિરોઝાબાદ : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં થયેલી છેતરપિંડીથી લોકો ચોંકી ઉઠ્યા છે. શહેરની સાથે સાથે આ સમૂહ લગ્નોત્સવ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ યોજાયેલા આ લગ્ન સમારોહમાં ભાઈએ તેની સગી બહેન સાથે લગ્ન કરીને તેને પોતાની પત્ની બનાવી હતી.
સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અધિકારીઓના પણ હોશ ઉડી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તપાસ બાદ જાણવા મળ્યું કે આ ભાઈ-બહેને 35 હજાર રૂપિયા અને મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ વર-કન્યાને મળેલા સામાનના લોભમાં પતિ-પત્ની બની ગયા હતા.

સમૂહ લગ્ન સમારોહમાં ભાઈએ બહેન સાથે લગ્ન કર્યા
ટુંડલાના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસ પરિસરમાં 11 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ટુંડલાનગરપાલિકા, ટુંડલા બ્લોક અને નારખી બ્લોકના 51 યુગલોએ લગ્ન કર્યા હતા.
સમારોહમાં તમામ યુગલોને ઘરવપરાશની વસ્તુઓ અને કપડાં આપવામાં આવ્યા હતા.તે જ વિધિમાં તે વ્યક્તિએ તેની બહેન સાથે લગ્ન કર્યા હતા.
અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે, બંનેએ આ સ્કીમ હેઠળ મળતા પૈસા અને સામાનનાલોભમાં આ કૃત્ય કર્યું હતું.

કેવી રીતે પોત પ્રકાશ્યું?
હકીકતમાં લગ્ન સમારોહ બાદ કેટલાક નવા પરિણીત યુગલોના વીડિયો અને ફોટા સ્થાનિક લોકો સાથે ગામના વડા સુધી પહોંચ્યા અને જાણવા મળ્યું કે, પરિણીતભાઈએ બહેન સાથે લગ્ન કર્યા છે.
ફોટા સામે આવ્યા બાદ જ્યારે તેની તપાસ કરવામાં આવી તો સમગ્ર હકીકત સામે આવી હતી. જે બાદ અધિકારીઓએ આરોપી યુવકવિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ કેસમાં અધિકારીઓ પણ ફસાઇ શકે છે.
કારણ કે, સમૂહ લગ્ન યોજનામાં શામેલ યુવતીઓની કુંડળીઓતપાસવાની અને તેની ચકાસણી કરવાની જવાબદારી અધિકારીઓની છે.

અધિકારીઓ પાસેથી માંગવામાં આવ્યો ખુલાસો
આ મામલામાં સમાજ કલ્યાણ વિભાગના સહાયક વિકાસ અધિકારી ચંદ્રભાન સિંહે નાગલા પ્રેમના રહેવાસી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર નરેશકુમારના જણાવ્યા અનુસાર, ગ્રામ પંચાયત સચિવ મારસેના કુશલપાલ, ગ્રામ પંચાયત ઘિરોલીના સચિવ અનુરાગ સિંહ, ADO સહકારી સુધીર કુમાર, ADO સમાજકલ્યાણ વિભાગ ચંદ્રભાન સિંહ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે, જેમણે લગ્ન માટે યુગલોની ચકાસણી કરી હતી. સંતોષકારક ખુલાસો નહીં, મળે તો તેમની સામેપણ કાર્યવાહી કરવામાં આવશે.