BSF ભરતી પ્રક્રિયા દરમિયાન ફિઝિકલ આપતી વખતે દોડતા યુવકનુ દર્દનાક મોત

ઝારખંડના હજારીબાગ સ્થિત મેરુ બીએસએફ કેમ્પમાં ભરતી પ્રક્રિયા દરમિયાન એક યુવુકનું સ્થળ પર જ મોત થઈ ગયુ.

ઝારખંડના હજારીબાગ સ્થિત મેરુ બીએસએફ કેમ્પમાં ભરતી પ્રક્રિયા દરમિયાન એક યુવુકનું સ્થળ પર જ મોત થઈ ગયુ. શુક્રવારે દોડ દરમિયાન યુવક અચાનક દોડતા દોડતા પડી ગયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો. જણાવવામાં આવી રહ્યુ છે કે મેદાનમાં પડ્યા બાદ ત્યાં જ તેનુ મોત થઈ ગયુ હતુ. જ્યારે સ્ટાફના લોકો દોડીને તેને ઉઠાવવા પહોંચ્યા તો તેનુ મોત થઈ ચૂક્યુ હતુ.

running

શુક્રવારે સવારે બીએસએફ ભરતીનો ફિઝિકલ ટેસ્ટ હતો. 24 મિનિટમાં પ્રતિસ્પર્ધીઓને 5 કિલોમીટરની દોડ પૂરી કરવાની હતી. દોડમાં શામેલ અનુરાગ કુમાર યાદવ લગભગ અડધી દોડ બાદ મેદાનમાં પડી ગયો. ડૉક્ટરોએ તેને હજારીબાગ હોસ્પિટલમાં મોકલ્યો જ્યાં ચિકિત્સકોએ યુવકને મૃત ઘોષિત કરી દીધો.

ગયા અઠવાડિયે બિહારના કિશનગંજમાં જીડી ભરતી માટે ખગડા બીએસએફ કેમ્પમાં આયોજિ શારીરિક તપાસની પરીક્ષા આપવા આવેલા એક સ્પર્ધકનું મોત દોડ દરમિયાન જ થઈ ગયુ હતુ. દોડવા દરમિયાન તે બેભાન થઈને પડી ગયો. ઈલાજ માટે તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો જ્યાં તેનુ મોત થઈ ગયુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X