For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયપુરમાં જોખમઃ 50 ને પાર પહોંચી ઝીકા વાયરસના દર્દીઓની સંખ્યા

આજની સ્થિતિમાં જયપુર બિમારીની સૌથી મોટી ચપેટમાં છે. અહીં 50 થી વધુ ખતરનાક ઝીકા વાયરસના દર્દીઓની પુષ્ટિ થઈ છે.

|
Google Oneindia Gujarati News

આજની સ્થિતિમાં જયપુર બિમારીની સૌથી મોટી ચપેટમાં છે. અહીં 50 થી વધુ ખતરનાક ઝીકા વાયરસના દર્દીઓની પુષ્ટિ થઈ છે. વિશેષજ્ઞોનું માનવુ છે કે તે ખૂબ ખતરનાક રૂપ લઈ રહ્યુ છે. કોઈ પણ રીતે આને રોકવામાં ના આવ્યુ તો પરિસ્થિતિ બગડી શકે છે. આ વાયરલનો ઈન્ફેક્શન પીરિયડ એક સપ્તાહનો હોવાથી આગલા સપ્તાહે દર્દીઓની સંખ્યા હજુ વધી શકે છે.

ખાલી કરાવાઈ રાજપુત હોસ્ટેલ

ખાલી કરાવાઈ રાજપુત હોસ્ટેલ

જયપુરની રાજપુત હોસ્ટેલમાં ત્રણ છાત્રનો ટેસ્ટ પોઝિટિવ મળ્યા બાદ આખી હોસ્ટેલ ખાલી કરાવી દેવામાં આવી છે. છાત્રોને બીજી હોસ્ટેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ઝીકા વાયરસ ગર્ભવતી મહિલાઓને પણ પોતાની ચપેટમાં લેવા લાગ્યુ છે. એટલા માટે ગર્ભવતી મહિલાઓને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. રાજધાનીમાં ઝીકા વાયરસ ઈન્ફેક્શનમાં મોટાભાગના કેસ શાસ્ત્રીનગર વિસ્તારમાં સામે આવ્યા છે જ્યાં ફોગિંગ તથા અન્ય સાવચેતીના ઉપાય કરવામાં આવી રહ્યા છે. પહેલો કેસ 21 સપ્ટેમ્બરના રોજ આ વિસ્તારમાં મળ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં બિહારના યુવકનું મોબ લિંચિંગ, લોખંડની પાઈપથી મારી મારીને હત્યાઆ પણ વાંચોઃ સુરતમાં બિહારના યુવકનું મોબ લિંચિંગ, લોખંડની પાઈપથી મારી મારીને હત્યા

કેન્દ્ર સરકારે ડૉક્ટરોની ટીમ મોકલી

કેન્દ્ર સરકારે ડૉક્ટરોની ટીમ મોકલી

ઝીકા વાયરસના ઈન્ફેક્શનને અટકાવવા માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે. અધિકારીઓ અનુસાર 50 રોગીઓમાંથી 30 ઉપચાર બાદ સંપૂર્ણપણે સ્વસ્થ છે. વળી, જયપુરમાં પરિસ્થિતિ રોકવા માટે કેન્દ્ર સરકાર તરફથી 7 સભ્યોની ડૉક્ટરોની એક ઉચ્ચ સ્તરીય ટીમ મોકલવામાં આવી છે. કે જે રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેસીને ઈન્ફેક્શનને રોકવા તેમજ અન્ય જાણકારીઓ ભેગી કરી રહી છે.

ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં મળ્યા હતા

ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં મળ્યા હતા

તમને જણાવી દઈએ કે ઝીકા વાયરસ અત્યાર સુધી 85 દેશોને પોતાની ચપેટમાં લઈ ચૂક્યુ છે. આ દેશોમાં આના દર્દી મળ્યા છે. ઝીકા વાયરસની માહિતી વર્ષ 2015 માં બ્રાઝિલમાં મળી હતી. તે દરમિયાન ઘણાના મોત પણ થઈ ગયા હતા. વળી, ભારતમાં વર્ષ 2017 માં ગુજરાતમાં ઝીકા મળવાનો રિપોર્ટ હતો. જેમાં અમદાવાદના ત્રણ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તમિલનાડુમાં પણ ઝીકા વાયરસનો એક મામલો સામે આવ્યો હતો. હવે જયપુર આની ચપેટમાં છે.

આ પણ વાંચોઃ MeToo પર અમિત શાહનું મોટુ નિવેદનઃ ‘એમ જે અકબર પરના આરોપોની થશે તપાસ'આ પણ વાંચોઃ MeToo પર અમિત શાહનું મોટુ નિવેદનઃ ‘એમ જે અકબર પરના આરોપોની થશે તપાસ'

English summary
zika virus: 50 Case have been confirmed in Jaipur in India’s biggest outbreak of the disease
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X