જામનગરના કાલાવાડમાં કોંગ્રેસ કાર્યકરોનુ વિરોધ પ્રદર્શન
જામનગર જીલ્લાના કાલાવાડમાં આવેલ વિકાસ કોલોનીમાંરૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતા બીજેપી દ્વારા ઉજવણીના ભાગ રૂપે મફત અન્ન વિતરણ કરવામાં આવી રહ્યું છે. કાલાવાડ શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય સિંહ જાડેજાની આગેવાનીમાં વિરોધ પક્ષના
જામનગર જીલ્લાના કાલાવાડમાં આવેલ વિકાસ કોલોનીમાંરૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતા બીજેપી દ્વારા ઉજવણીના ભાગ રૂપે મફત અન્ન વિતરણ કરવામાં આવી રહ્યું છે. કાલાવાડ શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય સિંહ જાડેજાની આગેવાનીમાં વિરોધ પક્ષના નેતા ઇમરાન દિલાવર ઓડીયા, સંદીપ ખરા વગેરે આગેવાનોને માહિતિ મળી હતી. તેમને માહિતિ મળી હતી કે વિકાસ કોલોનીમાં અન્ન માટે લોકોને સવારના બેસાડી રાખવામાં આવ્યા છે. લોકોને 12 વાગ્યા સુધી અનાજ વિતરણ કરવામાં આવ્યું ન હતુ અને લોકોને બેસાડી રખાયા હતા, આ લોકો પોતાના કામ ધંધો છોડીને અન્ન માટે બેસી રહ્યાં હતા.

વિરોધ પક્ષના નેતા દ્વારા બીજેપી સરકારના કામ જોવો અને પછી અન્ન આપવામાં આવશે તેવું કહી ગરીબ લોકોને હેરાન કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. અંતે કોંગ્રેસના કાર્યકરો દ્વારાલાભાર્થીઓની વાત સાંભળી ત્યાના સંચાલકો રજુઆત કરી લોકોને અન્ન આપવામાં આ્યું હતુ.












Click it and Unblock the Notifications
