For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Flashback 2020: વર્ષ દરમ્યાન જામનગરમાં બનેલી પ્રમુખ ઘટનાઓ

Flashback 2020: વર્ષ દરમ્યાન જામનગરમાં બનેલી પ્રમુખ ઘટનાઓ

|
Google Oneindia Gujarati News

કથિત રીતે સૌથી ઘાતકી વર્ષ 2020 પૂરું થવાની તૈયારીમાં છે. ગણતરીના દિવસોમાં જ 2021માં આપણે બધા પ્રવેશ કરશું. ત્યારે વર્ષ 2020માં જામનગરમાં બનેલી કેટલીક પ્રમુખ ઘટનાઓનો અહીં ચિતાર આપવામાં આવ્યો છે. તો અહીં જુઓ આખા વર્ષ દરમ્યાન જામનગરમાં બનેલી કેટલીક ઘટનાઓ વિશે.

jamnagar

Recommended Video

Rewind 2020 : જામનગરમાં મહિલાએ ડ્રાઈવરને આપી હતી ગાળો, જાણો વર્ષ દરમિયાન ઘટેલી ઘટનાઓ વિશે

જામનગરના ધ્રોલના ત્રિકોણબાગ પાસે 6 માર્ચ 2020ના રોજ ધોળા દિવસે ફાયરિંગ થયું હતું, સ્વિફ્ટ કારમાં આવેલા ત્રણ શખ્સોએ દિવ્યરાજ સિંહ નામના શખ્સ પર ફાયરિંગ કર્યું હતું. ઘાયલ અવસ્થામાં યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર અર્થે તે મૃત્યુ પામ્યો હતો. આ મામલે પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા.

ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ગુજરાત સરકારે ગુજસીટોક (GUJCTOC) કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો, ત્યારે આ કાયદા હેઠળ પહેલો કેસ જામનગરમાં નોંધાયો હતો, જયેશ પટેલ સિંડિકેટ બનાવીને લોકોને હેરાન કરતો હતો, અને વેપારી બિલ્ડર્સને ધમકાવતો હતો, આ રીતે જયેશ લોકો પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરતો હતો, કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેમની ગેંગ વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે જયેશ પટેલ અને તેમના 14 સાગરીતો પર ગુજસીટોક કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જે પૈકી 11 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Flashback 2020: કોરોના, આગ, ચૂંટણી સહિતની ગુજરાતમાં બનેલી મુખ્ય ઘટનાઓFlashback 2020: કોરોના, આગ, ચૂંટણી સહિતની ગુજરાતમાં બનેલી મુખ્ય ઘટનાઓ

ચાલુ વર્ષે જામનગર સહિત રાજ્યમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લામાં કાલાવડ, ધ્રોલ, લાલપુર સહિતના પંથકમાં અવિરત વરસાદ નોંધાયો હતો, જેને કારણે મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા હતા, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હતાં. ખંભાળિયા, રાવલ સહિતના વિસ્તારો નદી સમાન બની ગયા હતા.

જામનગરમાં વધુ એક ઘટના બની હતી જે ચર્ચાનો વિષય બની હતી. આ બબાલ હતી એસટી બસના ડ્રાઈવર અને મહિલાની. સાઈડ કાપવા માટે એસટી બસના ડ્રાઈવરે હોર્ન મારતાં બસની આગળ વાહન હંકાવી રહેલી મહિલાનો પિત્તો છટક્યો હતો અને તે બસમાં ચઢી ઝઘડો કરવા લાગી હતી, મહિલાએ ડ્રાઈવર પર હાથ ઉઠાવ્યો અને તેને ગાળો પણ આપી હતી. ત્યાં હાજર લોકોએ મહિલાને સમજાવવાનો પ્રયાસ કરતાં આ મહિલાએ લોકોને પણ ખખડાવ્યા હતા, જેનો વીડિયો વાયરલ થયો હતો.

English summary
Flashback 2020: Major incidents that happened in Jamnagar during the year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X