વૃદ્ધોએ પોતાને રિવર્સ ક્વોરેન્ટાઇન કરી લેવા જોઇએઃ જામનગર કલેક્ટર
વૃદ્ધોએ પોતાને રિવર્સ ક્વોરેન્ટાઇન કરી લેવા જોઇએઃ જામનગર કલેક્ટર
આખા ગુજરાતમાં કોરોના વાયરસ તબાહી મચાવી રહ્યું છે, દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરાની હાલત સૌથી ખરાબ છે. જામનગર જિલ્લો પણ કોરોનાથી બચી નથી શક્યો. અત્યાર સુધીમાં જામનગરમાંકુલ 500થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જામનગરમાં 20 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. ત્યારે જામનગરના કલેક્ટરે પ્રજાજોગ સંદેશ આપ્યો છે.

કલેક્ટરે પોતાના પ્રજાજોગ સંદેશમાં કહ્યું કે, "હાલમાં આવતા પોઝિટિવ દર્દીઓમાંથી સૌથી વધુ સિનિયર સિટીઝનોનો સમાવેશ થયો છે. જેમાં આજે 89 વર્ષથી ઉપરના વૃદ્ધો પણ કોરોના પોઝિટિવ જણાયા છે. જે લોકો સામાન્યતઃ ઘરની બહાર નીકળતા નથી તેવું જણાય છે, ત્યારે આવા દર્દીઓ પોતાના પરિવારના કોઇ વ્યક્તિ કે જેઓ બહારથી અવર જવર કરતા હોય અને સંભવતઃ એસિમ્પટમેટીક હોય તેના સંપર્કમાં આવેલા હોય શકે છે."
પોતાના સંદેશમાં કલેક્ટર આગળ લખ્યું કે, 'આ સમયે વૃદ્ધો રિવર્સ ક્વોરેન્ટાઇન એટલે કે બીમાર ના હોવ છતાં સુરક્ષિત રાખવા માટે ખુદને એકલા ક્વોરેન્ટાઇન કરી લેવા જોઇએ અથવા ઘરના અન્ય સભ્યો પોતાની આદત સુધારી ધ્યાન રાખે તો આ સંક્રમણથી બચી શકાશે.'












Click it and Unblock the Notifications
