Jamnagar plane crash : જામનગરના સુવરડા વિસ્તારમાં ફાઈટર પ્લેન ક્રેશ, એક પાઈલટના મોતની આશંકા

Jamnagar plane crash : જામનગર જિલ્લાના સુવરડા વાડી વિસ્તારમાં આજે એક ફાઈટર પ્લેન તુટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે.

અહેવાલો અનુસાર, આ વિમાન ભારતીય વાયુસેના દ્વારા ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું અને તેમાં બે પાઈલટ સવાર હતા.

Jamnagar plane crash

વિમાન ક્રેશ થવાને કારણે આસપાસના વિસ્તારોમાં આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જો કે, અકસ્માતના કારણોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

વિમાન દુર્ઘટનાને પગલે જામનગરના અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે રવાના થઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, બે પાઈલટ પૈકી એક પાઈલટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. અત્યાર સુધીમાં બચાવ અને રાહત કાર્ય ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X