આંગણવાડી વર્કર્સને ઘરેલું હિંસા અધિનિયમ 2005થી માહિતગાર કરાયા
Domestic Violence Act 2005: 3 જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમીનારનું આયોજન સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ શશીકુંજ જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આંગણવાડી તેડાગર બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ 2005, દહેજ પ્રતિબંધક અધિનિયમ 1961, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013, મહિલાઓ સાથે થતી હિંસાના કિસ્સામાં સરકારની વિવિધ સેવાઓ જેમકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર વગેરેનો લાભ કેવી રીતે મેળવી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની અન્ય યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના વગેરે વિષે પણ માહિતી આપવમાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. ચંદ્રશ ભાંભી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી એમ. જી. વારસુર (મહાનગરપાલિકા) દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, બી. ડી. ભાડ (ગ્રામ્ય) આઈસીડીએસના મુખ્ય સેવિકા બહેનો તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ, આંગણવાડી તેડાગર બહેનો હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
