જૂનાગઢ : વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠકનું આયોજન કરાયું
સંતોની ધરા જૂનાગઢ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક જૂનાગઢમાં આવેલા વિશ્વભંર ભારતી આશ્રમ ખાતે આયોજિત કરવામાં આવી હતી.
જૂનાગઢ : સંતોની ધરા જૂનાગઢ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક જૂનાગઢમાં આવેલા વિશ્વભંર ભારતી આશ્રમ ખાતે આયોજિત કરવામાં આવી હતી.
Recommended Video

આ પ્રાંત બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્રજી ક્ષેત્રીય મંત્રી અશોક ભાઇ રાવલ, ઉપાઘ્યક્ષ ક્રિષ્ના અગ્રવાલ પ્રાંત અધ્યક્ષ અનિલ ડોડીયા, પ્રાંત મંત્રી ભૂપત ગોવાણી સહિતના પદાધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.

આ સાથે આ બેઠકમાં અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદની બેઠક જે દિલ્હી ખાતે યોજાઇ હતી, તેના અનુસંધાને આગામી દિવસોમાં જે કાર્યક્રમો કરવાના છે, તેની કાર્યપદ્ધતિ અને યોજનાઓ કેવી રીતે બનાવવી તે અંગેની પણ માહિતી આપવામાં આવી હતી. આ બેઠકમાં વિશ્વભંર ભારતી આશ્રમના મહંત મહાદેવ ભારતી બાપુએ હિન્દુત્વ માટે તન, મન અને ધનથી સેવા કરવા માટે જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
