જૂનાગઢ: કિસાન આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને વંથલી ખાતે શ્રધ્ધાંજલિ અપાઇ

જૂનાગઢ: કિસાન આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને વંથલી ખાતે શ્રધ્ધાંજલિ અપાઇ

છેલ્લા 25 દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂતો કડકડતી ઠંડીમાં આંદોલન કરી રહ્યા છે, ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં છેડાયેલા આ આંદોલનમાં અત્યાર સુધીમાં 30 જેટલા ખેડૂતો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, છતાં પણ કેન્દ્ર સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું. દેશભરમાં ખેડૂતોએ કૃષિ કાયદાની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.

farmer protest

Recommended Video

જૂનાગઢ : કિસાન આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને વંથલી ખાતે શ્રધ્ધાંજલિ અપાઇ

ત્યારે દિલ્હી બોર્ડર પર શહીદ થયેલા 30 જેટલા ખેડૂત આંદોલનકારીઓને જૂનાગઢના વંથલી ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વંથલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાને લઈ ખેડૂતોનું આંદોલન યથાવત છે, ખેડૂતો પોતાની માંગણીને લઈ સતત પ્રદર્શન કરી રહ્યા છે.

ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે કેટલીયવાર વાતચીત થઈ ચૂકી છે પરંતુ બંનેમાંથી એકેય પાછળ હટવા તૈયાર નથી, સરકારે ખેડૂત આંદોલનમાં સંશોધન કરવા માટે પણ હામી ભરી હતી પરંતુ ખેડૂતો આ કાયદાને રદ્દ જ કરાવવા માંગે છે. ત્યારે આ આંદોલનનો હજુ કોઈ તોડ મળ્યો નથી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વંથલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ વડાડિયા તેમજ તમામ કોંગ્રેસ આગેવાનો સહિત અનેક ખેડૂતો હાજર રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X