For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂનાગઢઃ ભારતીય લશ્કરમાં સૈનિક તરીકે ફરજ બજાવતા યુવક-યુવતી લગ્નગ્રંથિથી જોડાયા

કેસોદના મેસવાણ ગામે ભારતીય લશ્કરમાં સૈનિક તરીકે ફરજ બજાવતા યુવક યુવતી લગ્નગ્રંથિથી જોડાયા છે.

|
Google Oneindia Gujarati News

જૂનાગઢઃ કેસોદના મેસવાણ ગામે ભારતીય લશ્કરમાં સૈનિક તરીકે ફરજ બજાવતા યુવક યુવતી લગ્નગ્રંથિથી જોડાયા છે. લગ્નગ્રંથિથી જોડાયેલ યુવક અને યુવતી બંને લશ્કરમાં હોય તેવો કિસ્સો ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે કેસોદના મેસવાણ ગામની અને હાલ સેન્ટ્રલ રિઝર્વ પોલિસમાં છ વર્ષથી સૈનિક બની દેશની સેવા કરતી વિભૂતિનો લગ્ન પ્રસંગ યોજાયો હતો.

junagadh

આ લગ્ન પ્રસંગે મૂળ અજાબ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા આકાશ દેસાઈ કે જેઓ 10 વર્ષથી મિલિટ્રીમાં સૈનિક તરીકે ફરજ બજાવે છે તે જાન જોડીને પરણવા આવ્યા હતા. આ પ્રસંગે આર્થિક રીતે નબળા પરિવારની દીકરી જ્યારે સૈનિક બનવાનુ વિચારે ત્યારે દેશ તેના અને તેના પરિવારનો ઋણી બની જતો હોય છે. એવા સમયે મેસવાણ ગામના જમનાદાસ ગોપાલ દેત્રોજા કડવા પટેલ સમાજના આગેવાનો દ્વારા દીકરીના લગ્ન પ્રસંગે બને તેટલી આર્થિક મદદ કરવા વિચાર્યુ હતુ. અને ગામનુ ઋણ અદા કરવા નવ દંપત્તિને બંધ કવરમાં ગુપ્તદાન પેટે ખુશીથી ભેટ આપી હતી.

મેસવાણ ગામની દીકરીના માતાપિતા નર્મદાબેન અને જયંતિભાઈ ભલાણી અને અજાબ ગામના વેવાઈ પક્ષે અનસૂયાબેન અને કાંતિભાઈ દેસાઈએ સૌનો આભાર માન્યો હતો. નવવધુ વિભૂતિ ભલાણીએ જણાવ્યુ હતુ કે, 'હું 6 વર્ષથી સીઆરપીએફમાં સિપાહી તરીકે સેવા કરુ છુ. માતાપિતા અને વડીલોના આશીર્વાદથી આજે હું દેશની સેવા કરી રહી છુ. સમાજના અગ્રણીઓએ અમારા લગ્ન નિમિત્તે મારુ અને મારા પતિ તેમજ અમારા પરિવારનુ જે સમ્માન કર્યુ છે તે બદલ ખૂબ આભાર.'

સર્જરીની મંજૂરી મુદ્દે જામનગર આયુર્વેદ યુનિ.ના VCએ શું કહ્યુસર્જરીની મંજૂરી મુદ્દે જામનગર આયુર્વેદ યુનિ.ના VCએ શું કહ્યુ

English summary
Junagadh: Youth serving as soldier in the Indian Army got married.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X