જૂનાગઢમાં થશે પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી
જૂનાગઢ ખાતે 75મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. 26મી જાન્યુઆરીએ યોજાનાર પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની પ્રસ્તુતિઓનું આજે ફાઈનલ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢના કલેક્ટર દ્વારા ધ્વજ વંદનનો સમગ્ર કાર્યક્રમ ગરીમામય રીતે યોજાય તે નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે તેઓએ અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.

આ રિહર્સલમા પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી. આ સાથે જ રોમાંચ પેદા કરનાર અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો અને ૪ પ્રોફેશનલ ગ્રુપ સાથે 13 કલા જૂથોની કલ્ચરલ મેગા ઇવેન્ટનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
