ગીર સોમનાથના વેરાવળમાં મકાન ધારાશાયી થતાં ત્રણ લોકોના મોત
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાંથી અત્યંત કરૂણ અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વેરાવળની ખારવાવાડ વિસ્તારમાં એક જર્જરિત અને જૂનું મકાન અચાનક ધારાશાયી (collapse) થતાં ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ખારવાવાડ વિસ્તારમાં આવેલું એક ત્રણ માળનું જૂનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી બે મહિલાઓ અને એક પુરુષનું મૃત્યુ થયું છે.

આ દુર્ઘટનાની ગંભીરતા એ વાત પરથી સમજાય છે કે, જે સમયે મકાન પડ્યું તે સમયે બાજુમાંથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યા હતા. મકાનનો કાટમાળ તેમના પર પડતાં તેમનું પણ ઘટનાસ્થળે જ દટાઈ જવાથી મોત થયું હતું.
આ કરૂણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ લોકોના નામ સામે આવ્યા છે, જેમાં દેવકીબેન સુયાણી, જશોદાબેન સુયાણી અને દિનેશભાઈ જંગીનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર ખારવાવાડ વિસ્તારમાં અને વેરાવળ શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર જૂના અને જર્જરિત મકાનોની સુરક્ષાનો સવાલ ઊભો કર્યો છે.












Click it and Unblock the Notifications
