For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઔરંગા નદીમાં પૂર આવતાં પ્રભારીમંત્રી નરેશ પટેલે વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક કરી

હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્‍લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના લીધે વહિવટીતંત્ર સાબદુ બની અને તૈયારી કરવામાં આવી હતી. ત્યારે, આગાહી મુજબ વલસાડ જિલ્‍લામાં ભારે વરસાદ થતાં માન અને તાન નદીમાં પૂરના

|
Google Oneindia Gujarati News

હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્‍લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના લીધે વહિવટીતંત્ર સાબદુ બની અને તૈયારી કરવામાં આવી હતી. ત્યારે, આગાહી મુજબ વલસાડ જિલ્‍લામાં ભારે વરસાદ થતાં માન અને તાન નદીમાં પૂરના કારણે ઔરંગામાં નદીમાં પૂર આવતાં નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઇ જતાં અનેક લોકો અસરગ્રસ્ત થવા પામ્યા હતા.

Naresh Patel

વલસાડ શહેર અને જિલ્લામાં અસરગ્રસ્‍ત થયેલા લોકોની માહિતી મેળવવા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીનો ચિતાર મેળવવા માટે રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અસગ્રસ્‍ત જિલ્લાઓમાં જિલ્‍લા પ્રભારી મંત્રીઓને જવા અને પરિસ્‍થિતિનો તાગ મેળવવા સૂચના આપતાં વલસાડ જિલ્લા પ્રભારી અને રાજયના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે વલસાડ ખાતે કલેકટર કચેરી ખાતે વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. અસરગ્રસ્‍ત વિસ્‍તારોના સલામત આશ્રયસ્‍થાનોમાં સ્‍થળાંતરિત કરાયેલા નાગરિકોની જાત મુલાકાત લીધી હતી. આશ્રયસ્‍થાનોમાં સ્‍થળાતરિંત કરાયેલા આ લોકોને રહેવાની અને ભોજનની વ્‍યવસ્‍થાની માહિતી મળવી હતી. આ ઉપરાંત પૂરના કારણે બંધ થયેલ રસ્‍તાઓ અને સંપર્ક વિહોણા સ્થળોની વિગતો મેળવી હતી.

મંત્રી નરેશ પટેલે વલસાડ પારડી ખાતેના રામલાલા મંદિર ખાતે સ્‍થળાતરિંત કરાયેલા લોકોની મુલાકાત લીધી હતી અને તેમના રહેઠાણ અને ભોજન વ્‍યવસ્‍થાની જાતમાહિતી મેળવી હતી. પૂરના કારણે બંધ થઇ ગયેલ રોડ રસ્તા પાણી ઓસરતાં વાહન વ્‍યવહાર માટે ખુલ્લા કરવા માટે જરૂરી મરામતની કામગીરી તાત્‍કાલિક હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી હતી. મધુબેન ડેમની ભયજનક સપાટી વધે નહીં તે માટે સંબધિત અધિકારીઓને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને ઘ્‍યાને લઇ ડેમમાંથી જરૂરિયાત મુજબ તબક્કાવાર પાણી છોડવા જણાવ્‍યું હતું. પૂર બાદ નુકસાન થયેલા ઘરો અને મકાનોનો સર્વે કરી અસરગ્રસ્‍તોને તાત્‍કાલિક સહાયની કામગીરી કરવા જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપી હતી. જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે થી અતિભારે વરસાદની સંભાવના હોઇ, જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા આદેશ આપ્‍યો હતો.

English summary
Naresh Patel held a review meeting with the administration after the Aurangabad river flooded
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X