સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે ભૂતકાળમાં વલખાં પડતાઃ નરેન્દ્ર મોદી
ગુજરાત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સોમનાથ અને ધોરાજી ખાતે જાહેર સભાને સંબોધી ત્યારે, અમરેલી ખાતે ભાજપના ઉમેદવારો જે. વી. કાકડીયા, કૌશીક વેકરીયા, જનક તલાવીયા, મહેશ કસવાલા અને હીરા સોલંકીના સમર્થનમાં
ગુજરાત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સોમનાથ અને ધોરાજી ખાતે જાહેર સભાને સંબોધી ત્યારે, અમરેલી ખાતે ભાજપના ઉમેદવારો જે. વી. કાકડીયા, કૌશીક વેકરીયા, જનક તલાવીયા, મહેશ કસવાલા અને હીરા સોલંકીના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધી હતી.

અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમરેલી આવું એટલે ઘરે આવ્યો છું એવું લાગે છે. અમરેલીની ધરા સંતોની ધરા છે, કર્મયોગીઓની ધરા છે, આ ધરાની સાહિત્યની ધરા છે આ ધરા સાહિત્ય અને તલવારની તાકાત ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગત ૨૦ વર્ષમાં રાજ્યમાં જે પ્રગતિ થઇ છે તેના આંકડા જોઇએ તો સાચા અર્થમાં વિકાસ થયો છે તેમ કહેવાય. રાજ્યની જનતા વિકાસ બોલે એટલે ગુજરાતનું નામ મોખરે આવે છે. રાજ્યએ ઔદ્યોગિક ક્ષેત્રે એક અલગ છબી બનાવી છે. રાજ્યની જનતાને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થવાના કારણે રોજગારીઓનું સર્જન થયું છે. અમરેલી જીલ્લાનું પીપવાવ બંદર ઉત્તર ભારતને જોડવા માટે પીપાવાવ કોરીડોર બનવા જઇ રહ્યું છે તેના કારણે ઇતિહાસમાં એક પ્રકરણ બની જવાનું છે. આ પીપાવાવ બંદરના કારણે સમુદ્રના માધ્યમથી વધુ નવા ઔદ્યોગિક ક્ષેત્રનું સ્વાગત કરવા જઇ રહ્યું છે. કૃષિ ક્ષેત્રને ફાયદો થવાનો છે.
સૌરાષ્ટ્રની જનતા પાણી મેળવવા માટે જે મુશ્કેલીઓ માંથી પસાર થઇ છે તે સૌ કોઇ જાણે છે. ભૂતકાળની સરકારોમાં પીવાના પાણી માટે હેન્ડપંપ લગાવી દે તો જે તે વિસ્તારનો ધારાસભ્ય પાંચ પાંચ ચૂંટણીઓ આરામથી જીતી જતાં હતાં. પરંતુ ભાજપાએ રાજ્યમાં સત્તાના માધ્યમથી સેવા કરવાના આશય સાથે શાસનની ધુરા સંભાળેલ હોઇ આજે ઘેર ઘેર પાઇપ થી પિવાનું પાણી પહોંચાડવામાં આવે છે અને એટલા માટે જ હેન્ડપંપ એ ભૂતકાળ બની ગયો છે.
કૃષિ ક્ષેત્રે કાયાકલ્પ કરી નાંખ્યું છે. ગુજરાત પહેલાં કૃષિક્ષેત્રે માઇનસ પોઇન્ટ સાથે ચાલતું હતું આજે આપણે નફા સાથે ચાલી રહ્યાં છીએ. ગુજરાતના ખેડૂતોને પુરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી, વિજળી, પોષણક્ષમ ભાવો આપવામાં આવી રહ્યાં છે. ખેડૂતોને ખેતી માટે પુરતી સુવિદ્યા આપવામાં આવી હોવાથી આજે સિઝનના ત્રણ ત્રણ પાક લેતો થયો છે. ગુજરાતના ખેડૂતોને ખેતી માટે માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિમેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૧.૨૫ કરોડ હેલ્થ સોઇલ કાર્ડ આપવામાં આવ્યાં છે. પહેલાંની સરકારમાં ડેરી ન બનાવવાના નિયમો હતાં જયારે ભાજપાની સરકારે ડેરી બનાવવાના નિયમો બનાવવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
