દેશ ચલાવવા 200 ‘પીએમ’ની જરૂરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 9 ઑગસ્ટઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી ખાતે મળેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. જેમા તેમણે નવ નિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છા પાઠવી હતી. તેમજ કહ્યું હતું કે તેઓ સરકારને મદદરૂપ થશે, આ સાથે જ તેમણે કહ્યું હતું કે આ ઘણો મોટો દેશ છે અને તેના માટે એક પીએમ નહીં પરંતુ 200 ‘પીએમ'ની જરૂર છે.

બેઠકને સંબોધતા મોદીએ કહ્યું કે, હું પહેલા પણ કહેતો હતો કે આપણે ચાલીએ કે ના ચાલીએ પરંતુ દેશ ચાલવા લાગ્યો છે. આ ચૂંટણીમાં પોલિટિકલ પંડિતો ઘણા પરેશાન થયા, કારણ કે શરૂઆત એવી હતી કે મોદીને ગુજરાત બહાર કોણ ઓળખે છે, ઘટનાક્રમ બદલાયો, બદલતા સમયને જોવો, સમજવો અને સ્વીકારવો સહેલો નહોતો. હું દિલ્હીમાં આવ્યો, સંસદના ભૂગોળી અજાણ હતો. તેમણે કહ્યું કે, ચૂંટણી દરમિયાન જ્યારે મે 300 બેઠકોની વાત કરી તો ભધાએ કહ્યું કે આટલી આવી ના શકે, પરંતુ જનતા આપવા તૈયાર હતી અને ઇચ્છતી હતી કે કોઇ માંગનાર આવે. જનતાએ માંગનારનો દમ જોયો, જનતા તો તૈયાર હતી, બસ માંગનારામાં દમ હોવો જોઇએ.

વિજયી થનારી ટીમના અમિત શાહ મેન ઓફ ધ મેચ

વિજયી થનારી ટીમના અમિત શાહ મેન ઓફ ધ મેચ

મોદીએ લોકસભાની ચૂંટણીમાં વિજયી થયેલી ટીમના સુકાની રાજનાથ સિંહ હતા અને મેન ઓફ ધ મેચ બન્યા છે અમિત શાહ.

મોદીએ જણાવ્યો 60 મહિનાનો અનુભવ

મોદીએ જણાવ્યો 60 મહિનાનો અનુભવ

મોદીએ કહ્યું કે, 60 દિવસના અનુભવથી કહું છું કે કામ કરીશું. 60 દિવસમાં ઝડપથી વસ્તુઓ બદલાઇ રહી છે. દિલ્હી આવ્યા બાદ વર્ક કલ્ચર બદલવામાં સમય લાગ્યો છે અને અહીં આવ્યા પછી સફાઇ કરવામાં અત્યારસુધીનો સમય ગયો છે. દેશની આંકાક્ષાઓને પૂર્ણ કરીશું. મે જે અનુભવ્યું છે તેનાથી પરથી વિશ્વાસ સાથે કહી શકું છેકે બદલાવ લાવીશું.

કોંગ્રેસ પર પ્રહાર

કોંગ્રેસ પર પ્રહાર

મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જે લોકોએ 60 વર્ષ સુધી કંઇ કર્યું નથી તે લોકો 60 દિવસના કામનો હિસાબ માંગવા માટે નિકળ્યા છે.

ચૂંટણી બાદ નવો પહેલું બહાર આવ્યો

ચૂંટણી બાદ નવો પહેલું બહાર આવ્યો

મોદીએ કહ્યું કે, ચૂંટણી બાદ નવો પહેલું બહાર આવ્યો છે, નવી સરકાર બાદ વિશ્વની જોવાની દ્રષ્ટિ બદલાઇ છે. વિશ્વમાં બદલાવનો અનુભવ થઇ રહ્યો છે. પૂર્ણ બહુમતની સરકાર આવતા જ વિશ્વનું વલણ બદલાયું છે. પૂર્ણ બહુમત નિર્ણાયક અવસર આપે છે અને તેના આધારે વિશ્વાસપૂર્વક કહુ છુ કે દેશનો ડંકો વિશ્વમાં વધશે.

એક પીએમ નહીં 200 ‘પીએમ' જોઇએ

એક પીએમ નહીં 200 ‘પીએમ' જોઇએ

આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશ ઘણો મોટો છે અને એક પીએમથી નહીં ચાલે, તેથી પાર્ટીએ 200 પીએમ ઉભા કરવા જોઇએ દરેક પોલિંગ બૂથ પર પીએમ હોવા જોઇએ. પીએમ એટલે પ્રાઇમરી મેમ્બર. જો આ પ્રકારે કામ કરવામાં આવશે તો રાજકીય ગતિવિધિને દિશા આપી શકીશું. ચૂંટણીનો વિજય સંગઠન કરતા પણ જવાબદારી વધારી દે છે, તેને પૂર્ણ કરવા માટે સંગઠને બે દિશામાં ચાલવું જોઇએ. એક સંગઠનનો વિસ્તાર અને બીજો કાર્યકર્તાઓનો વિકાસ.

પાર્ટી દર વર્ષને વિષય વર્ષ તરીકે મનાવે

પાર્ટી દર વર્ષને વિષય વર્ષ તરીકે મનાવે

મોદીએ કહ્યું કે, સમાજ સાથે જોડાયેલા વિષય પર ચર્ચા થવી જોઇએ, દર વર્ષે એવો એક કાર્યક્રમ થવો જોઇએ. ક્યારેક પાણી બચાવવા તો ક્યારેક મહિલા શિક્ષા અભિયાન, દરેક ઘરે ટોઇલેટ હોવું જરૂરી, ઉર્જા બચાવો અભિયાન ચલાવવા જોઇએ. દર વર્ષે આ પ્રકારનું અભિયાન અને વિષય વર્ષ જારી કરવું જોઇએ. નવા અધ્યક્ષ આ સૂચન પર વિચાર કરશે તેવી મને આશા છે.

આપણે દરેક માપદંડમાં ખરા ઉતરીશું

આપણે દરેક માપદંડમાં ખરા ઉતરીશું

આપણને દરેક પ્રકારના માપદંડમાં ખરુ ઉતરવુ જોઇએ, આપણા માટે અલગ અલગ માપદંડથી ચકાસવામાં આવી રહ્યાં છે. રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી કામ કરવું જોઇએ. મને 14 વર્ષનો અનુભવ છે અને આપણે ખરા ઉતરીશું મને વિશ્વાસ છે. આપણા માટે દળ કરતા દેશ મોટો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X