For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Aadhaar Card For Sex Workers : UIDAI એ સેક્સ વર્કર્સ માટે કરી મોટી જાહેરાત! હવે મળશે આ ખાસ સુવિધા

આધાર કાર્ડ જાહેર કરવા માટે તેમની પાસેથી અન્ય કોઈ ડોમિસાઈલ પ્રમાણપત્ર માંગવામાં આવશે નહીં. એટલે કે હવે એડ્રેસ પ્રૂફ વગર સેક્સ વર્કર્સને આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

Aadhaar Card For Sex Workers : આધાર કાર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે, તે નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરાયેલા પ્રમાણપત્રના આધારે સેક્સ વર્કર્સને આધાર કાર્ડ જાહેર કરશે. અને આધાર કાર્ડ જાહેર કરવા માટે તેમની પાસેથી અન્ય કોઈ ડોમિસાઈલ પ્રમાણપત્ર માંગવામાં આવશે નહીં. એટલે કે હવે એડ્રેસ પ્રૂફ વગર સેક્સ વર્કર્સને આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, UIDAI એ વૈધાનિક સત્તા છે જે અરજદારનું નામ, લિંગ, ઉંમર અને સરનામું તેમજ ઈમેલ અથવા મોબાઈલ નંબર જેવા વૈકલ્પિક ડેટા સબમિટ કર્યા પછી જ આધાર કાર્ડ જાહેર કરે છે, પરંતુ સેક્સ વર્કર માટે આધાર જાહેર કરતી સંસ્થા એટલે કે UIDAIએ એક મોટી જાહેરાત કરી છે.

સેક્સ વર્કર માટે મોટી જાહેરાત

સેક્સ વર્કર માટે મોટી જાહેરાત

UIDAI એ સેક્સ વર્કર્સના મામલામાં જબરદસ્ત ઉદારતા દાખવી છે. UIDAI એ સેક્સ વર્કર પાસેથી આધાર કાર્ડ જાહેર કરવા માટે રહેઠાણનો પુરાવો નહીંમાંગવાનો નિર્ણય કર્યો છે.

વધુમાં UIDA I NACO અથવા રાજ્યના આરોગ્ય વિભાગના ગેઝેટેડ અધિકારી પાસેથી સેક્સ વર્કર દ્વારા મેળવેલા પ્રમાણપત્રસ્વીકારશે.

ઉલ્લેખનીય છે કે, NACO એ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળનો એક વિભાગ છે, અને સેક્સ વર્કર પર કેન્દ્રીય ડેટાબેઝ જાળવી રાખેછે.

કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે

કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે

આ મામલે સુપ્રીમ કોર્ટમાં 2011થી સતત સુનાવણી ચાલી રહી છે. આ જ ક્રમમાં જ્યારે જસ્ટિસ એલ. એન. રાવ સમગ્ર ભારતમાં સેક્સ વર્કર્સને સામાજિક સુરક્ષા લાભોપ્રદાન કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરી રહ્યા હતા, જ્યારે UIDAI એ પ્રમાણપત્રનો પ્રસ્તાવિત પ્રોફોર્મા સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂક્યો હતો.

આ પિટિશનમાંસેક્સ વર્કર સાથે જોડાયેલા ઘણા મુદ્દા શામેલ કરવામાં આવ્યા છે. જે લોકો વેશ્યાવૃત્તિના વેપારમાંથી બહાર આવવા માગે છે, તેમના માટે પુનર્વસન યોજના તૈયારકરવાનો મુદ્દો પણ તેમાં શામેલ છે.

સેક્સ વર્કરોના રહેઠાણના પુરાવા તરીકે ગણી શકાય

સેક્સ વર્કરોના રહેઠાણના પુરાવા તરીકે ગણી શકાય

UIDAI નું એફિડેવિટ કોર્ટના 10 જાન્યુઆરીના આદેશના જવાબમાં આવ્યું છે, જેમાં ઓથોરિટીને એ જાણવા માટે પૂછવામાં આવ્યું હતું કે, શું NACO દ્વારારાખવામાં આવેલી માહિતીને સેક્સ વર્કરોના રહેઠાણના પુરાવા તરીકે ગણી શકાય અને તેના આધારે તેમને આધાર આપી શકાય? જોકે, યુઆઈડીએઆઈનો આ નિર્ણયસેક્સ વર્કર્સને સામાન્ય જીવન આપવા માટે ખૂબ જ અસરકારક સાબિત થશે.

English summary
Aadhaar Card For Sex Workers: UIDAI makes big announcement for sex workers! Now you will get this special feature.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X