AAPમાં ઘમાસાણ, રાયબરેલીથી ચૂંટણી લડવાની શાજિયાની મનાઇ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 માર્ચ: જેમ જેમ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણીની ઉત્તેજના વધી રહી છે, તેમ તેમ આમ આદમી પાર્ટી (આપ)માં આંતરિક કલેહની વાતો સામે આવી રહી છે. આપની નેતા શાજિયા ઇલ્મીએ રાયબરેલીથી ચૂંટણી લડવાની મનાઇ કરી દિધી છે જ્યારે કુમાર વિશ્વાસે પાર્ટીમાં ટિકીટ વહેંચણીને લઇને નારાજ હોવાનું કહેવામાં આવે છે. અરવિંદ કેજરીવાલને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પર હુમલા બાદ નવા પ્રકારના સબંધો સામે આવી રહ્યાં છે.

આપ નેતા શાજિયા ઇલ્મીએ મંગળવારે અટકળો પર વિરામ લગાવવાની માંગ કરતાં કહ્યું હતું કે તે કોંગ્રેસ અધ્યક્ષ વિરૂદ્ધ રાયબરેલીથી ચૂંટણી લડી રહી નથી.

શાજિયા ઇલ્મીએ ટ્વિટ કર્યું 'હું રાયબરેલીથી ચૂંટણી લડી રહી નથી. મેં આ અંગે ક્યારેય સહમતિ દર્શાવી નથી. હું ગત બે મહિનાઓથી મનાઇ કરી રહી છું.' આ પ્રકારની અટકળોથી શાજિયા ઇલ્મી રાયબરેલીથી સોનિયા ગાંધી વિરૂદ્ધ લોકસભાની ચૂંટણી લડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમેઠીથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ ચૂંટણી લડી રહેલા આપ નેતા કુમાર વિશ્વાસ પણ ટિકીટ વહેંચણીને લઇને પાર્ટીથી નારાજ છે. તેમણે ટ્વિટર પર પોતાનો વિરોધ સીધો વ્યક્ત કર્યો નથી પરંતુ પોતાની ટ્વિટથી નારાજગી વ્યક્ત કરી છે.

shazia-ilmi

બીજી તરફ જાણીતિ નૃત્યાંગના તથા આપની સભ્ય મલિક્કા સારાભાઇ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતારવા માંગતી નથી કારણ કે પાર્ટીમાં પોતાને નજરઅંદાજ કરવામાં આવતી હોવાનું અનુભવી રહી છે.

2009માં યોજાયેલી ચૂંટણીમાં તેમને ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણી સાથે હારનો સામનો કરવો પડ્યો હતો. શાજિયા ઇલ્મી દિલ્હી વિધાનસભામાં આરકે પૂરમ સીટ પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેમને એકદમ ઓછા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

English summary
AAP leader Shazia Ilmi today sought to quell speculation that she would be pitted against Congress president Sonia Gandhi in the Lok Sabha polls, saying she "never agreed" to contest from Rae Bareli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X