For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસિડને હવે ઝેરની શ્રેણીમાં રાખવામાં આવશે: કેન્દ્ર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

supreme-court
નવી દિલ્હી, 16 જુલાઇ: એસિડના ખુલ્લેઆમ વેચાણ પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશભરમાં તાજેતરમાં થયેલા એસિડ એટેકના મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ડ્રાફ્ટ આપ્યો હતો. આ ડ્રાફ્ટ એસિડ એટેક પીડિતોના પુનર્વાસને લઇને છે. આ મુજબ કેન્દ્રએ એસિડને હવે ઝેરની શ્રેણીમાં રાખવાનો નિર્ણય કર્યો છે. આ મામલે હવે બે દિવસ બાદ સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થશે. આ ઉપરાંત એસિડના વેચાણ માટે લાયસન્સની જરૂર પડશે. એસિડ ખરીદવા માટે ઓળખ હવે અનિવાર્ય બની જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે એસિડ એટેકને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને આપવામાં આવેલી ડેડલાઇન મંગળવારે પૂરી થઇ ગઇ છે. આ પહેલાં કોર્ટે કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવતાં એક અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે અને સરકાર ગંભીર નથી. જો એક અઠવાડિયાની અંદર આ મુદ્દે કોઇ નીતિ બનાવવામાં નથી આવતી તો કોર્ટ સ્વયં આ અંગે આદેશ પારિત કરશે.

ન્યાયમૂર્તિ આરએમ લોઢાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરતાં 9 જુલાઇના રોજ કહ્યું હતું જે એસિડ એટેકથી લોકો રોજ મોતને ભેટી રહ્યાં છે, પરંતુ કોર્ટે 16 એપ્રિલના રોજ આશ્વાસન આપ્યું હોવાછતાં કેન્દ્ર આ અંગે નીતિ તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે. જજોએ રાજ્ય સરકારો સાથે પરામર્શ કરતાં નીતિ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારને એક અઠવાડિયાનો સમય આપતાં કહ્યું હતું કે આ મુદ્દા પ્રત્યે સરકારની ગંભીરતા નજર જોવા મળતી નથી. લોકો મોતને ભેટી રહ્યાં છે પરંતુ તમને આ અંગે ચિંતા નથી. તે લોકો વિશે વિચારો જે દરરોજ જીંદગી ગુમાવી રહ્યાં છે. દેશના વિભિન્ન ભાગોમાં દરરોજ છોકરીઓ પર હુમલા થઇ રહ્યાં છે.

જો કે કોર્ટે એપ્રિલમાં આદેશ પારિત કર્યો હતો પરંતુ સરકાર તેમછતાં બજારમાં એસિડના વેચારણ પર નિયંત્રણ કરવાની નીતિ તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે. જજે કહ્યું હતું કે જો 16 જુલાઇ સુધી સરકાર આ વિશે કોઇ નીતિ તૈયાર કરવામાં નિષ્ફળ રહે છે તો પછી તે યોગ્ય આદેશ પારિત કરશે.

English summary
In a major step towards curbing acid attacks across the country, the Centre on Tuesday presented before the Supreme Court a report on the steps it intended to take to ban the sale of acid in open market.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X