કેજરીવાલે વિજ કંપનીઓને ઓડિટના આપ્યા આદેશ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 31 ડિસેમ્બર: દિલ્હીવાસીઓને મફત પાણીની ભેટ આપ્યા બાદ આમ આદમી પાર્ટી હવે દિલ્હીવાસીઓને વિજળીની ભેટ આપવાની તૈયારીમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ત્રણ વિજ કંપનીઓને ઓડિટના આદેશ આપ્યા છે. આ સંબંધિત આજે સાંજે સચિવાલયમાં કેબિનેટમાં બેઠક પણ યોજાશે.

મળતી માહિતી અનુસાર દિલ્હી સરકારે ત્રણ ખાનગી વીજ વિતરણ કંપનીઓને પોતાના કેગ ઓડિટ કરાવવા માટે બુધવારે સવાર સુધીનો સમય આપ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીજ વિતરણ કંપનીઓના ઓડિટ પર કેગ સાથે મુલાકાત કરશે. તો બીજી તરફ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ પદ માટે આપના ઉમેદવાર એમએસ ધીર હશે.

18-arvind

કહેવામાં આવે છે કે આ બેઠકમાં કેજરીવાલ પોતે હાજર રહેશે. ઓડિટ સંબંધી આદેશથી આ કંપનીઓને ઝટકો લાગશે. વીજ વિતરણ કંપનીઓ લાઇન લોસના નામ પર ગમે ત્યારે ભાવ વધારી દે છે.

English summary
Chief Minister Arvind Kejriwal on Tuesday initiated steps to reduce power bills by asking the three private power distribution companies to present their case on their likely audit by the Comptroller and Auditor General.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.