દિલ્હીમાં હવે ચાકૂની અણીએ સામૂહિક બળાત્કાર

આ છોકરી દિલ્હીમાં ફરવા આવી હતી. આ છોકરી જયપુરની રહેવાસી છે જે વૃંદાવન થઇને અહીંયા ફરવા માટે આવી હતી. પરંતુ કદાચ તેને ખબર હોય કે આ મુસાફરી તેના જીવનનો કાળ બની જશે. ગાઇડ અને તેના બે મિત્રોએ છોકરીનું અપહરણ કરીને તેને અવાવરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઇ ગયા હતા. જો કે આ બળાત્કારીઓમાં એક વ્યક્તિ તેના પરિચયમાં હતો. પોલીસમાં ફરિયાદ દાખલ કરાવ્યા બાદ જણાવવામાં આવ્યું હતું કે ગાઇડનું નામ દિલિપ વર્મા છે.
પોલીસના જણાવ્યા અનુસાર મહિલા વૃંદાવનથી દિલ્હી જઇ રહી હતી ત્યારે દિલીપ અને તેના મિત્રો કાર લઇને આવ્યા હતા અને તેને લિફ્ટ આપવાના બહાને દિલ્હી મુકવાનું કહ્યું હતું. જો કે મહિલા તેને ઓળખતી હતી જેથી તે તેમની સાથે બેસી ગઇ હતી. દિલીપની ગાડીમાં એક મહિલા અને એક બાળક હતું. જેથી મહિલાને તેમની પર વિશ્વાસ મુક્યો હતો. પરંતુ તેની ખબર ન હતી કે આગળ જતાં તેની ઇજ્જત લૂંટવામાં આવશે.
આગળ જતાં આ લોકો તેને સુમસામ જગ્યા પર આવેલા એક ફાર્મહાઉસમાં લઇ ગયા હતા જ્યાં તેમને વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ વિરોધ કર્યો તો તેના પર ચાકૂ વડે ઘા કરવામાં આવ્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ મહિલાના પૈસા લઇ લીધા હતા અને તેને ગાડીમાં બેસાડીને કાલકાજી પાસે છોડી મુકવામાં આવી હતી. મહિલાના શરીર પર ચાકૂના ઘા પણ જોવા મળ્યા છે.












Click it and Unblock the Notifications
