For Daily Alerts
કેજરીવાલે વીજળીના ભાવ વધારા સામે છેડ્યું આંદોલન
નવી દિલ્હી, 6 ઓક્ટોબર: ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના સભ્ય અને આરટાઆઇ એકટીવીસ્ટ અરવિંદ કેજરીવાલે નેતાગીરીની શરૂઆત કરી દીધી છે. તેઓ હાલમાં નવી દિલ્હીમાં વીજળીના ભાવ વધારા સામે આંદોલન છેડી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાનું કેમ્પેઇન શરૂ કરી દીધું છે. અત્રે અરવિંદે વીજળીના બીલમાં થયેલા વધારાનો છડેચોક વિરોધ નોંધાવ્યો હતો. એક મજૂરના ઘરમાં 15000 નું બીલ નહીં ભરવાને કારણે કનેકશન કપાઇ ગયું હતું, જેને અરવિંદે ફરી જોડી દીધું હતુ.
કેજરીવાલે શીલા દીક્ષિત પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે એક સામાન્ય માણસ જે મહીને 9000 કમાય છે એ 15000નું વીજળી બીલ કેવી રીતે ભરી શકે ? કોંગ્રેસ સરકાર દિલ્હીમાં આવા પ્રકારની અંધાધૂંધી ફેલાવી રહી છે.
કેજરીવાલ સામે થઇ શકે છે કેસ
દિલ્હીના ખાનપુર વિસ્તારમાં એક વ્યક્તિના ઘરે વીજળીનું કનેકશન ગેરકાયદેસર રીતે જોડ્યું હતું. જેના માટે દિલ્હી સરકાર કેજરીવાલ સામે કાનૂની પગલા ભરી શકે છે. દિલ્હી સરકારે વીજળી કંપની પાસે આ અંગે અહેવાલ મંગાવ્યો છે.