કેજરીવાલે માંગ્યો હતો દિલ્હીના ભગવાનદાસ રોડ પર બંગલો

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ બે પછી ભગવાન દાસ રોડ પર સરકારી બંગલા માટે અનુરોધ કર્યો હતો. આ વાતનો ખુલાસો મુખ્યમંત્રી કાર્યાલયથી ઉપ રાજ્યપાલને લખેલા પત્રમાં થયો છે.

અરવિંદ કેજરીવાલે તેમને પાંચ રૂમવાળા એક બીજાને અડીને આવેલા બે બંગલા ફાળવવા મુદ્દે ઉદભવેલા વિવાદ બાદ ભગવાન દાસ રોડ સ્થિત આવાસમાં જવાની મનાઇ કરી હતી.

મુખ્યમંત્રીના સચિવ દ્વારા ઉપ રાજ્યપાલને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે 'મુખ્યમંત્રીએ ભગવાન દાસ રોડ પર મકાન નંબર 6-7 અને 7-7ની ફાળવાણી માટે અનુરોધ કર્યો હતો. અનુરોધ કરવામાં આવે છે કે મુખ્યમંત્રીને ફાળવવા માટે તેમને દિલ્હી સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવે. દિલ્હી સરકાર ઉપરોક્ત બે ઘરોના બદલામાં બે ટાઇપના 6 ઘર પુરા પાડશે.' ગત વર્ષે 30 ડિસેમ્બરના રોજ આ પત્ર લખવામાં આવ્યો હતો. બે દિવસ પહેલાં જ કેજરીવાલે થપથ લીધી હતી.

arvind-kejariwal

ઉપ રાજ્યપાલે તે દિવસે જ ઘરોની ફાળવણીને મંજૂરી આપી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી માટે 10 જાન્યુઆરીએ નવેસરથી ઘરની શોધ કરવામાં આવી. અરવિંદ કેજરીવાલ 1 ફેબ્રુઆરીથી નવા ઘરમાં આવી ગયા છે જે તિલક લેનમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X