For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલે કરી જાહેરાત, આવતીકાલે તોડશે અનશન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejariwal
નવી દિલ્હી, 5 એપ્રિલ: આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલ શનિવારે સાંજે પાંચ વાગે પોતાના ઉપવાસ તોડશે. વિજળી અને પાણીના બિલના મુદ્દે શરૂ થયેલા અરવિંદ કેજરીવાલના આ ઉપવાસ આજે 14 દિવસે ચાલુ છે. સમાજસેવી અણ્ણા હજારે પણ અરવિંદ કેજરીવાલને ઉપવાસ તોડવાની અપીલ કરી ચુક્યાં છે.

પૂર્વી દિલ્હીના સુંદરીનગરી વિસ્તારમાં ઉપવાસ પર બેઠેલા અરવિંદ કેજરીવાલે પોતાના સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે ઉપવાસ તોડવાની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે દિલ્હીમાં વિજળી અને પાણીના મુદ્દે તેમના દ્રારા ચલાવવામાં આવેલા આ આદાંલનને ભારે જનસમર્થન મળ્યું છે. 10 લાખ 52 હજાર લોકોએ પત્ર લખીને તે સાબિત કરી દિધું છે કે શીલા રાજમાં વિજળી અને પાણીની વ્યવસ્થાથી લોકો દુખી છે. ઉપવાસ પર બેઠેલા અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે વિજળી અને પાણીના વધતા જતા બિલનો મુદ્દો દિલ્હીના ઘણા ભાગને અસર કરી રહ્યો છે. પ્રજાને ઘરેથી બહાર નિકળવા વિવશ કરી રહ્યો છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને આહવાન કર્યું હતું કે જે લોકોના વિજળી અને પાણીના કનેકશન કાપવામાં આવ્યાં છે અથવા બિલ વધારે આવે છે અથવા યોગ્ય પુરવઠો નથી મળી રહ્યો તે ધરમાંથી બહાર નિકળે અને શીલા સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવે. અરવિંદ કેજરીવાલ આ લડાઇમાં તમારી સાથે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભાની ચુંટણી આ વર્ષના અંતમાં છે અને અરવિંદ કેજરીવાલ ત્યાં સુધી દિલ્હીના દરેક ખુણામાં પોતાની પાર્ટીની પહોંચ બનાવવા માંગે છે. અરવિંદ કેજરીવાલે વિજળી અને પાણીનો એવો મુદ્દો ઉઠાવ્યો છે જેનાથી ગરીબથી માંડીને અમીર આદમી જોડાયેલ છે.

English summary
Aam Aadmi Party (AAP) leader Arvind Kejriwal, whose is on a hunger strike against inflated electricity bills, on Friday announced that he will break his fast on Saturday 5 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X